Aanand Ahmedabad Amreli Bhavnagar Breaking News Business Devotional Entertainment Gondal Gujarat India Jamnagar Junagadh Life style Morbi Politics Rajkot Saurashtra Special Sports Surat Surendranagar Tankara Tech Uncategorized Vadodara Viral

બજેટ ૨૦૨૦, જાણો નાણાંમંત્રીએ ગુજરાત માટે શું કરી ખાસ જાહેરાત?

બજેટ ૨૦૨૦
જાણો નાણાંમંત્રીએ ગુજરાત માટે શું કરી ખાસ જાહેરાત?

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આજે મોદી સરકારના બીજા કાર્યકાળનું બીજું બજેટ રજૂ કર્યું છે… નાણામંત્રી સીતારમણે ગુજરાતને બે ખાસ મોટી ભેટ આપી છે. જેમાં અમદાવાદના લોથલમાં મેરિટાઈમ મ્યુઝિયમ બનાવવાની તથા કચ્છ જિલ્લામાં આવેલા ધોળાવીરાને આર્કિયોલોજીકલ સાઈટ તરીકે રિડેવલપ કરાવવાની જોગવાઈ દર્શાવી છે…

લોથલના પૂરાતત્વીય અવશેષો અમદાવાદના ધોળકા તાલુકામાં સરગવાલા ગામ પાસે બે કિલોમીટર દૂર આજે પણ ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરતા ઉપલબ્ધ છે. અહીં ઉત્ખલન પ્રો.એસ.આર.રાવની આગેવાનીમાં ઈ.સ.૧૯૫૫-૬૨ દરમિયાન થયેલું હતું. જેમાં આશરે ઈ.સ. પૂર્વે ૨૫૦૦-૧૯૦૦ વર્ષો જૂની હડ્ડપન સંસ્કૃતિના લોથલ બંદર ગામે અવશેષો મળ્યા હતા. ત્યાં કોટ એટલે કિલ્લો અને નગર એમ બંને હતાં એમ જણાયું હતું.

ગુજરાતને શું મળ્યું ખાસ ?
રાજ્યની સંસ્કૃતિ માટે રૂપિયા ૩,૧૫૦ કરોડની ફાળવણી
અમદાવાદમાં સમુદ્રી સંગ્રહાલય બનાવાશે
લોથલમાં મેરીટાઇમ મ્યુઝિયમ બનશે. (લોથલનો ઉલ્લેખ હડપ્પા સભ્યતામાં એક પોર્ટ તરીકે)
ગુજરાતમાં આવેલી ધોળાવીરાને આઇકોનિક સાઇટ તરીકે વિકસિત કરાશે
ગુજરાતની ધોળાવીરા સહિતની દેશની પાંચ આર્કિયોલોજીકલ સાઈટને રિડેવલપ કરાશે
સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ડીમ્ડ યુનિવર્સિટી
લોથલમાં મેરિટાઈમ મ્યુઝિયમ બનાવાશે
અમદાવાદ- મુંબઇ વચ્ચે વધુ હાઈ સ્પીડ ટ્રેન શરૂ કરવામાં આવશે
તેજસ જેવી નવી ટ્રેન શરૂ કરાશે, આ નવી ટ્રેનોથી પ્રવાસન સ્થળોને જોડાશે
ત્રણ નવા એક્સપ્રેસ વે બનશે, ૨૦૨૩ સુધીમાં દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વેનું કામ પૂર્ણ કરાશે
૫૫૦ સ્ટેશનો પર વાઈફાઈ સેવા શરૂ કરાશે
રેલવે ટ્રેકને સમાંતર રેલવેની જ જમીન પર સોલાર પેનલ નાંખીને વીજળી ઉત્પન્ન કરાશે
૨૭ હજાર કિલોમીટર ટ્રેકનું ઈલેક્ટ્રીફિકેશન કરવામાં આવશે
સોલર પાવર ગ્રિડ ટ્રેકની કિનારે પ્લાન તૈયાર કરવામાં આવશે
૧૪૮ કિલોમીટર બેંગ્લુરુ ઉપનગરીય ટ્રેન સિસ્ટમ બનશે.
તેના પર કુલ ૧૮ હજાર ૬૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. જેમાં ૨૫ ટકા કેન્દ્ર સરકારનું યોગદાન હશે.

#બુલેટનું કામ બુલેટની ગતિથી દોડશે
બજેટમાં મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું કામ યુધ્ધના ધોરણે વધારવાની જાહેરાત કરવામાં આવી છે આ માટે ખાસ પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું છે.

#ગુજરાતમાં ટુરિઝમ વિકાસ માટે ખાસ પેકેજ ગુજરાતમાં ટુરિઝમનાં વિકાસ માટે પણ બજેટમાં ખાસ જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત ઐતિહાસિક સ્થળો અને પુરાતત્વ ખાતા માટે ખાસ યોજનાઓ જાહેર કરવામાં આવી છે.

#કલ્ચર મ્યુઝિમની જાહેરાત
બજેટમાં ગુજરાતમાં સાંસ્કૃતિક મ્યુઝિયમ માટે પણ જાહેરાત કરવામાં આવી છે. આ માટે ગુજરાતનું ધોળાવીરા સામેલ છે.

#દરિયાઈ મ્યુઝિયમની તૈયારી
દ્વારકામાં અન્ડર વોટર મ્યુઝિયમ બનાવવા અંગે પણ સરકારી બજેટમાં અગત્યની જાહેરાત કરવામાં આવી છે.

#ગુજરાત મોડેલ તરીકે બજેટમાં રજૂ કરાયુ
રાજ્ય સરકાર દ્વારા ફોરેન્સિક સાયન્સને મજબૂત બનાવવા માટે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને રક્ષાશક્તિ યુનિવર્સિટી શરૂ કરી હતી. જેને આગળ ધપાવવા માટે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બનેલી કેન્દ્ર સરકારના નાણાંમંત્રીએ ગુજરાત પેટર્નથી દેશનાં અન્ય રાજ્યોમાં પણ આતંકવાદ અને ઘૂસણખોરી અને સાયબર ક્રાઈમને નાથવા માટે ફોરેન્સિક યુનિવર્સિટી અને પોલીસ યુનિવર્સિટી શરૂ કરવાની જાહેરાત કરી છે. આમ, ગુજરાતની સરહારના દેશની સંસદમાં થઈ છે.

*બજેટ 2020ની મુખ્ય વાતો..*
* દેશવાસીઓની આવક અને ખરીદશક્તિ વધારવાની નેમ
* અર્થતંત્રના ફંડામેન્ટલ મજબૂત
* GST દ્વારા લોકોને રૂ.1 લાખ કરોડનો લાભ પહોંચાડાયો
* કોમોડિટી પર ટેક્સ ઘટ્યો
* જીવન ધોરણ સરળ બનાવાશે
* GST રિટર્નની સરળ પ્રણાલી દાખલ કરાશે
* અમલદારશાહીનો અંત
* 60 લાખ નવા કરદાતાઓ વધ્યા, 40 કરોડ વધુ રિટર્ન
* સરકારી દેવું માર્ચ-14માં 52.2% હતું તે ઘટીને 48.7% ટકા
* ખાનગી ક્ષેત્રોને વધુ તક અપાશે
* 2006થી 2016 સુધીમાં 27.1 કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર લવાયા
* પાણીની અછત ધરાવતા 100 જિલ્લાઓ માટે સર્વગ્રાહી પગલાં લેવાશે
* 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરાશે
* WARD અંતર્ગત વેરહાઉસ તૈયાર કરાશે
* સોલાર પાવરનો ઉપયોગ કરવા ખેડૂતોને ઈન્સેન્ટિવ અપાશે
* ઝીરો બજેટ ખેતી પર ફોકસ
* બગડી જાય તેવા ઉત્પાદનો માટે સીમલેસ નેશનલ કોલ્ડ સપ્લાય ચેઈન
* મરિન રિસોર્સિસના ડેવલપમેન્ટ, મેનેજમેન્ટ માટે ખાસ ફ્રેમવર્ક
* ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ માટે રૂ 1.23 લાખ કરોડની ફાળવણી
* બાગાયતી કામની પ્રોત્સાહનની યોજના
* સ્વચ્છ ભારત મિશન માટે રૂ 12300 કરોડની ફાળવણી
* પાઈપ્ડ વોટર પ્રોજેક્ટ્સ માટે રૂ. 3.6 લાખ કરોડ
* શિક્ષણમાં FDI, ECBની મંજૂરી
* 2025 સુધીમાં ટીબીની નાબૂદી
* ગરીબો માટે ડિગ્રી લેવલનો ઓનલાઈન એજ્યુકેશન પ્રોજેક્ટ્સ
* સ્ટડી ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન
* દેશના ઉત્પાદનને પ્રોત્સાહન
* 5 નવા સ્માર્ટસિટીની દરખાસ્ત
* 2014-19ના ગાળામાં ભારતમાં FDI વધીને 284 અબજ ડોલર
* ઘાસચારા માટે મનરેગાનો ઉપયોગ
* ઈન્ફ્રા પ્રોજેક્ટ માટે રૂ. 100 લાખ કરોડ
* મેડિકલ ડિવાઈસ માટે નવી સ્કિમ
* ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે ન્યૂ ઈન્વેસ્ટમેન્ટ ક્લિયરિંગ સેલ
* નાના નિકાસકારો માટે નિર્વિક યોજના
* MSMEsને સ્પર્ધાત્ક બનાવવા નેશનલ લોજિસ્ટિક પોલિસી ટૂંક સમયમાં
* નેશનલ પોલિસ યૂનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક યૂનિવર્સિટીની દરખાસ્ત
* 2023 સુધીમાં દિલ્હી-મુંબઈ હાઈવે પૂર્ણ થશે

Related posts

વસંતપંચમી એટલે જ્ઞાન, વિદ્યાનું પંચામૃત :

Rajkotlive News

શિક્ષણવિભાગની ફીમાં 25% રાહતની જાહેરાત સામે શાળા સંચાલકોએ કહ્યું, ‘આ વર્ષે ફીમાં માફી આપી શકાય તેમ નથી’

Rajkotlive News

समधी संग गायब हुई समधन पहुंची थाने, कहा हमारी ग़लती थी, पतिने किया अपनाने से इन्कार

Rajkotlive News

Leave a Comment

Trulli