GujaratRajkotSaurashtra

જીલ્લા ભાજપા દ્વારા CAA જન જાગૃતિ અભિયાન અંતર્ગત પોસ્ટકાર્ડ કાર્યક્રમ યોજાયો.

Press note
જીલ્લા ભાજપા દ્વારા CAA જન જાગૃતિ અભિયાન અંતર્ગત પોસ્ટકાર્ડ કાર્યક્રમ યોજાયો.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપતા જીલ્લા ના અલગ –અલગ મંડલ માંથી આવેલ ૨૧૦૦૦ પોસ્ટકાર્ડ પોસ્ટથી રવાના કરાયા.
રાજકોટ જીલ્લા ભાજપા પ્રમુખશ્રી ડિ.કે.સખીયાના માર્ગદર્શન હેઠળ મહામંત્રીશ્રી ભાનુભાઈ મેતાએ અભિનંદન આપતા પોસ્ટકાર્ડ રવાના કરતા જણાવ્યું હતું કે, આપણા લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ દ્વારા નાગરિકતા સંશોધન કાયદો(CAA)-૨૦૧૯ પસાર કરવામાં આવેલ છે ત્યારે વર્તમાન સરકારશ્રીએ આજના વિભાજીત વૈશ્વિક પરીપેક્ષ્યમાં એક ઉમદા ઉદાહરણ બની રહેશે જેમાં ધર્મના આધાર પર ભારતના વિભાજનનો ડંખ ઝીલી રહેલા અગણિત પરિવારોનો માનવ અધિકારોની સુરક્ષા સુનિશ્ચિત કરાશે. બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક ઉત્પીડીનના કારણે અમાનવીય અત્યાચારોની પીડા ઝીલી રહેલા હિંદુઓ, શીખ, જૈન, બૌદ્ધ, ઈસાઈ અને પારસીઓની સમસ્યાઓના સમાધાન માટે દ્રઢ રાજનૈતિક ઈચ્છાશક્તિ, અતુટ પ્રતિબધ્ધતા, પૂર્ણ સમર્પણ, દુરંદેશીતા અને હૃદયમાં રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવના ઉપરાંત રાજનૈતિક દબાણોથી ઉપર ઉઠી નિર્ણય લેવાનું જરૂરી હતું. વોટબેંક અને તુષ્ટિકરણની રાજનીતિથી ઉપર આવી વર્તમાન નરેન્દ્રભાઈ મોદી સરકારે તમામ પ્રકારના અવરોધો અને જટિલતા ભર્યા કાયદાને સરળતા કરી તમામ ધર્મના લોકો ભારતની નાગરિકતા મેળવવા માટે માન્ય રહેશે. CAA ના કાયદાને સમર્થન આપવા રાજકોટ જીલ્લા ભાજપા દ્વારા પોસ્ટકાર્ડ લખીને અભિનંદન પાઠવી પોસ્ટકાર્ડ આજરોજ પોસ્ટ ઓફીસ મારફત રવાના કરવામાં આવ્યા હતા. તેમ મહામંત્રીશ્રી ભાનુભાઈ મેતાએ જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં મહામંત્રીશ્રી ભાનુભાઈ મેતા,જીલ્લા પત્ર લેખન ઇન્ચાર્જ શ્રી હિરેનભાઈ જોશી,રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી વલ્લભભાઈ શેખલિયા,કોટડા સાંગાણી તાલુકા મહામંત્રીશ્રીઓ રવિરાજસિંહ જાડેજા, શ્રી શેલેષભાઈ વઘાશિયા,શ્રી જયેશભાઈ પંડયા,શ્રી દિનેશભાઈ વિરડા,શ્રી રજનીભાઈ સખીયા,શ્રી હરેશભાઈ મકવાણા,શ્રી જસમતભાઈ સાંગાણી સહિતના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા

Related posts

દીવાલ પર કમળ:ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ચૂંટણી નજીક આવી રહ્યાના સંકેત પણ જોવા મળી રહ્યા છે.

Rajkotlive News

કાગદડી મહંત આપઘાત કેસ:રાજકોટમાં મહંત જયરામદાસ બાપુના કેસમાં 10 મહિના બાદ પણ કાર્યવાહી ન થતા ભક્તોએ પોલીસ પર આરોપીને છાવરવાનો આક્ષેપ લગાવ્યો.

Rajkotlive News

રાજકોટ ભાવનગર હાઇવે પર સર્જાયો અકસ્માત

Rajkotlive News

Leave a Comment