જૂનાગઢ : બહાઉદિ્ન કોલેજ ખાતે સ્વામી વિવેકાનંદ જન્મજયંતિની ઉજવણી કરાઈ
પ્રતિક પંડયા, જૂનાગઢ
આજે દેશભરમા સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ ઉજવવામા આવી રહી છે. ત્યારે જૂનાગઢની બહાઉદિ્ન કોલેજ ખાતે સ્વામી વિવેકાનંદ ની જન્મ જયંતિ હર્ષોલ્લાસ પૂવૅક મનાવામા આવી હતી. જેમા વિધાર્થીઓએ વિવેકાનંદના વિચારો રજુ કરી આજના સમયમાં તે વિચારો કેટલા અમૂલ્ય છે તે વિશે પ્રકાશ પાડયો હતો.
સ્વામી વિવેકાનંદને ભારતના પ્રથમ રાષ્ટ્ર-નિર્માતાઓ પૈકીના એક ગણવામાં આવે છે. મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ ,સુભાષ ચંદ્ર બોઝ ,અરવિંદ ઘોષ , રાધા કૃષ્ણન જેવા અનેક રાષ્ટ્રિય નેતાઓ તથા વિચારકો પર તેમના તત્વજ્ઞાનનો પ્રભાવ પડ્યો હતો.