Rajkot Live
Breaking News
Breaking News

મહારાષ્ટ્રના પુણેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CRCSના ડિજિટલ પોર્ટલનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- સહકારી ક્ષેત્રમાં વેપાર કરવો વધુ સરળ બનશે…

Share

રવિવારે મહારાષ્ટ્રના પુણેમાં સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઑફ કો-ઓપરેટિવ સોસાયટીઝ (CRCS) ઑફિસના ડિજિટલ પોર્ટલનું ઉદ્ઘાટન કરતાં કેન્દ્રીય ગૃહ અને સહકારી પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, ‘મલ્ટિ-સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટીનું સંચાલન કરતી સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઑફિસનું કામ સંપૂર્ણપણે ડિજિટલ થઈ રહ્યું છે. આથી સહકારી ક્ષેત્રમાં વેપાર કરવો વધુ સરળ બનશે. સહકારી મંડળીઓની તમામ કામગીરી, જેવી કે નવી શાખા ખોલવી, અન્ય રાજ્યમાં વિસ્તરણ કરવું કે ઓડિટ કરવું, આ તમામ કામગીરી હવે ઓનલાઈન થશે.

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહના માર્ગદર્શન હેઠળ, ‘સહકારથી સમૃદ્ધિ’ના મંત્રને સાકાર કરવા અને સહકારી આંદોલનને મજબૂત કરવા માટે, સહકાર મંત્રાલયે દેશભરમાં અનેક પહેલ કરી છે. આ શ્રેણીમાં, સહકારી ક્ષેત્રમાં વ્યવસાય કરવાની સરળતાને પ્રોત્સાહન આપવા માટે, બહુ-રાજ્ય સહકારી મંડળીઓના સેન્ટ્રલ રજિસ્ટ્રારના કાર્યાલયને કોમ્પ્યુટરાઇઝ કરવા માટે એક નોંધપાત્ર પગલું લેવામાં આવ્યું છે. આ પહેલના મુખ્ય ઉદ્દેશ્યોમાં સંપૂર્ણ પેપરલેસ સિસ્ટમ લાગુ કરવી, સોફ્ટવેર દ્વારા મલ્ટી-સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટીઝ એક્ટ અને નિયમોનું સ્વચાલિત પાલન સુનિશ્ચિત કરવું, વ્યવસાય કરવામાં સરળતા વધારવી, ડિજિટલ કોમ્યુનિકેશન સક્ષમ કરવું, પારદર્શિતા સુનિશ્ચિત કરવી સામેલ છે. આ પોર્ટલનો લાભ દેશની 1,555 બહુ-રાજ્ય સહકારી મંડળીઓને આપવામાં આવશે. આ પછી, તે જ પેટર્ન પર રાજ્યોની સહકારી મંડળીઓના રજિસ્ટ્રારની કચેરીઓને કોમ્પ્યુટરાઇઝ કરવા માટે વાટાઘાટો ચાલી રહી છે, જે દેશભરની 8 લાખ સહકારી મંડળીઓ સાથે સંચારની સુવિધા આપશે.

છેલ્લા 9 વર્ષમાં સહકારી ક્ષેત્રને નવજીવન મળ્યું છે. દેશના પ્રથમ સહકારી મંત્રી શાહે સહકારી ક્ષેત્રમાં અમુલ્ય પરિવર્તન લાવવાનું કામ કર્યું છે. આજે, જો કોઈ ગરીબ વ્યક્તિ પાસે એન્ટરપ્રાઇઝ માટે મૂડીનો અભાવ હોય, તો તેના માટે સહકારી આંદોલન શ્રેષ્ઠ માર્ગ છે, આના થકી નાની મૂડી ધરાવતા ઘણા લોકો એકસાથે એક મોટું સાહસ સ્થાપી શકે છે. ભારતે અમૂલ, IFFCO અને KRIBHCO જેવી સહકારી સંસ્થાઓની સફળતાની ગાથાઓ વિશ્વ સમક્ષ રજૂ કરી છે.

 

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાંથી જ આખા દેશમાં સહકારી સંસ્કૃતિ ફેલાઈ છે અને અહીંનું સહકારી મોડેલ સમગ્ર દેશમાં સહકારી આંદોલનને આગળ લઈ જઈ રહ્યું છે. તેથી, મહારાષ્ટ્રના પૂણેમાં સહકારી મંડળીઓના કેન્દ્રીય રજિસ્ટ્રારના કાર્યાલયને સંપૂર્ણપણે ડિજિટલ કરવાનું કામ શરૂ કરવું સંપૂર્ણપણે સુસંગત છે. કેન્દ્રીય રજિસ્ટ્રારની કચેરીમાં નોંધણી, બાયલૉજની નોંધણી, તેમાં સુધારા, ઓડિટ, સેન્ટ્રલ રજિસ્ટ્રાર દ્વારા ઓડિટનું મોનિટરિંગ, ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા, તકેદારી અને તાલીમ વગેરે તમામ પ્રવૃત્તિઓને જોડીને આ પોર્ટલ બનાવવામાં આવ્યું છે. શાહ એ સ્પષ્ટપણે માને છે કે, આધુનિકતા, પારદર્શિતા અને જવાબદારી વિના સહકારી આંદોલનને આગળ ન લઈ જઈ શકાય. સહકારી આંદોલનની સ્વીકૃતિ વધારવા માટે પારદર્શિતા વધારવી પડશે અને જવાબદારી નિશ્ચિત કરવી પડશે. માત્ર પારદર્શક વ્યવસ્થા જ દેશના કરોડો લોકોને જોડી શકે છે. શાહની દૂરંદેશી વિચારસરણી હેઠળ, PACS દ્વારા સહકારી આંદોલનને દરેક ગામ સુધી લઈ જવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.


Share

Related posts

રાજકોટ : આંબેડકર નગર 80 ફૂટ રોડ પર મોડી રાત્રે કરવામાં આવી યુવકની હત્યા..

rajkotlive

મંત્રી ભાનુબહેનની આજે અમદાવાદ ખાતે સમરસ હોસ્ટેલની ઓચિંતી મુલાકાત..

rajkotlive

The First poster Of ‘Mother Teresa & Me’, by Kamal Musale, Has Been Released, It Has Generated A Lot Of Buzz On Social Media

cradmin

Leave a Comment

error: Content is protected !!