Rajkot Live
Breaking News
Breaking Newsગુજરાતરાજકોટ

પુષ્ટિમાર્ગના સ્થાપક શ્રીમહાપ્રભુજીના પ્રાગટ્ય દિવસે બ્રહ્મસંબંધ દીક્ષા લેવાનો રૂડો અવસર

Share

*પુષ્ટિમાર્ગના સ્થાપક શ્રીમહાપ્રભુજીના પ્રાગટ્ય દિવસે બ્રહ્મસંબંધ દીક્ષા લેવાનો રૂડો અવસર*

 

*રાજકોટની સર્વોત્તમ હવેલીમાં વૈષ્ણવાચાર્ય પરાગકુમારજી ગોસ્વામી દ્વારા બ્રહ્મસંબંધ દીક્ષા અપાશે*

 

રાજકોટ : આગામી તા. 16 એપ્રિલ, 2023ના રોજ પુષ્ટિમાર્ગના સ્થાપક શ્રીમહાપ્રભુજીનો 546મો પ્રાગટ્ય દિન છે. જેના ઉપલક્ષમાં રાજકોટવાસીઓ માટે ચૈત્ર વદ એકાદશીના પાવન દિવસે બ્રહ્મસંબંધ દીક્ષા લેવાનો રૂડો અવસર આવ્યો છે.

 

રાજકોટમાં આવેલી શ્રી સર્વોત્તમ હવેલી ખાતે બિરાજમાન પરમ પૂજ્ય 108 વૈષ્ણવાચાર્ય શ્રીમાન પરાગકુમારજી ગોસ્વામી મહોદય દ્વારા બ્રહ્મસંબંધ દીક્ષા આપવામાં આવનાર છે. બ્રહ્મસંબંધ દીક્ષા રવિવારે સવારે 9 કલાકે શ્રી સર્વોત્તમ હવેલી, 6/8 અંબાજી કડવા પ્લોટ, પી. ડી.એમ. કોલેજ પાસે, ગોંડલ રોડ, રાજકોટ ખાતે આપવામાં આવશે. બ્રહ્મસંબંધ દીક્ષા લેવા ઇચ્છુક વૈષ્ણવોએ આગામી તા. 14 એપ્રિલ સુધીમાં નોંધણી કરાવવાની રહેશે.

 

ઉલ્લેખનીય છે કે બ્રહ્મસંબંધ દીક્ષા લેનાર ભાઈઓએ ધોતી-બંડી તથા બહેનોએ સાડી-ચણીયાચોળી સાથે લાવવાના રહેશે. બ્રહ્મસંબંધ દીક્ષા લેવા ઈચ્છુકોએ રઘુરાજ સિસોદિયા 93769 47131, પ્રકાશભાઈ મેંદપરા 84889 25999, ગોપાલભાઈ પટેલ 99982 53167, હીરેનભાઈ વડાલીયા 90333 50826, કિશનભાઈ કાલરિયા 99098 80528, હરેન્દ્રભાઇ નથવાણી 98244 17018, પરેશભાઈ સીતાપરા 94277 26337 અથવા આશિષભાઈ વિસપરા 99092 90098ને કોલ કરીને નામ નોંધાવી દેવાનું રહેશે. તો શ્રી વલ્લભાચાર્યજીના પ્રાગટ્યોત્સવ નિમિત્તે સર્વોત્તમ હવેલી કાર્યાલય દ્વારા બ્રહ્મસંબંધ દીક્ષા લેવા વૈષ્ણવ સૃષ્ટિને આહ્વાન કરવામાં આવ્યું છે.


Share

Related posts

રાજકોટ : આંબેડકર નગર 80 ફૂટ રોડ પર મોડી રાત્રે કરવામાં આવી યુવકની હત્યા..

rajkotlive

*”મતદાનથી વિશેષ કંઈ નથી, અમે અવશ્ય મતદાન કરીશું”રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને*રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી*

rajkotlive

મહારાષ્ટ્રના પુણેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CRCSના ડિજિટલ પોર્ટલનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- સહકારી ક્ષેત્રમાં વેપાર કરવો વધુ સરળ બનશે…

cradmin

Leave a Comment

error: Content is protected !!