રાજકોટ તા.૦૪ એપ્રિલ, એસ.બી.આઇ. આર.સે.ટી ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા રાજકોટ દ્વારા તા. ૫-૪-૨૦૨૩ને બુધવારથી રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ૧૮ થી ૪૫ વર્ષના બહેનો માટે નિ:શુલ્ક બ્યુટી પાર્લરની તાલીમનો પ્રારંભ કરવામાં આવશે. જેમાં રહેવા તથા જમવાની સુવિધા વિનામુલ્યે આપવામાં આવશે.
આ માસિક (૩૦ દિવસની) તાલીમમાં બ્યુટી પાર્લરને લગત સંપૂર્ણ કોર્ષ કરાવવામાં આવશે, જે માટે તાલીમનો સમય સવારે ૧૦:૦૦ થી ૬:૦૦ વાગ્યા સુધીનો રહેશે. તાલીમ બાદ આર.સે.ટી તરફથી એન.એસ.કયુ.એફ. માન્ય સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે, તથા ૪૦ ટકા સબસીડીની માન્ય લોન માટે માર્ગદર્શન આપવામાં આવશે.
આ માટે વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધાવવા આર.સે.ટી. રાજકોટના ડાયરેક્ટર શ્રી વિજયસિંહ આર્ય મો.૭૬૦૦૦૩૫૨૨૩ અને જીગ્નેશ ગોસ્વામી મો.૯૯૭૮૯૧૧૦૦૮નો સંપર્ક કરી નામ નોંધાવવા યાદીમાં જણાવાયું છે….