*રાજકોટ તા. ૨૩ માર્ચ -* કમિશનર મધ્યાહન ભોજન યોજનાની કચેરી, ગાંધીનગર દ્વારા મધ્યાહન ભોજન યોજના અંતર્ગત રાજકોટમાં જિલ્લા કક્ષાની મિલેટ્સ(જાડા ધાન)ની વાનગી સ્પર્ધા મનહરપુરા-૧ પ્રાથમિક શાળા, માધાપર ચોકડી, રાજકોટ ખાતે ૨૨ માર્ચના રોજ યોજવામાં આવેલ હતી. આ સ્પર્ધામાં તાલુકા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ અને દ્વિતીય ક્રમે આવેલ ૨૦ જેટલા માનદ વેતન ધારકોએ વાનગી સ્પર્ધામાં ભાગ લીધો હતો.
આ વાનગી સ્પર્ધામાં બાજરાના પુલાવની વાનગી માટે કોટડા સાંગાણી તાલુકાના વેરાવળ કુમાર શાળાના ગોહેલ ખુશ્બુબેન પ્રથમ ક્રમાંકે, કાંસના દાસીયાની વાનગી માટે ધોરાજી તાલુકાના નાની મારડ પ્રાથમિક શાળાના હીનાબા જાડેજા દ્વિતીય ક્રમાંકે તેમજ રાગીના શીરાની વાનગી માટે વિંછીયા તાલુકાના સમઢીયાળા પ્રાથમિક શાળાના દાણીધારીયા દેવીદાસભાઈ સમઢીયાળા તૃતીય ક્રમાંકે વિજેતા થયા હતા.વિજેતા થયેલ સ્પર્ધકોમાં પ્રથમ ક્રમાંકને રૂા ૧૦,૦૦૦ દ્વિતીય ક્રમાંક રૂા ૫૦૦૦ તથા તૃતીય ક્રમાંકને રૂા ૩૦૦૦ ઇનામ આપવામાં આવેલ હતું તેમ રાજકોટ શહેર પ્રાંત અધિકારી સુરજ સુથારની યાદીમાં જણાવવામાં આવ્યું છે.