ફાઈન આર્ટસ ક્ષેત્રે અનોખી સિદ્ધિ મેળવતી સેફાલી પ્રજાપતિ, અનેક દિગ્ગજોને જાતે બનાવેલી વોલ કલોક ભેટ આપી
સેફાલિ પ્રજાપતિ ડ્રોઈંગ આર્ટિસ્ટ છે. તેને ફાઈન આર્ટસ સ્ટડી કર્યું છે અને Nift કોલેજ થી #Visual #Merchandising નો કોર્સ કર્યો છે. તેણી બધા ટાઇપ ના આર્ટ કરે છે. જેવા કે પેપર વર્ક , પોઇટ્રેટ, કેનવાસ પેઇન્ટિંગ, વૉલ પેઇન્ટિંગ , રેસીન આર્ટ અસેસરીઝ, વૉલ ક્લોક,વૉલ આર્ટ પીસ, વગેરે.
આમાંથી સૌફાલીએ રેસીન કલોક બનાવી આપણા મુખ્યમંત્રી ભુપન્દ્ર પટેલ , ગૃહપ્રધાન હર્ષ સંઘવી તેમજ બી.જે.પી. અધ્યક્ષ સી.આર. પાટીલને ગિફ્ટ કરી હતી.
તેમાં એકજ કોન્સેપ્ટ લીધો હતો કે વચ્ચે કમળ આજુ બાજુ એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો ફોટો અને બીજી બાજુ તેમના ત્રણેય ના ફોટા . તેમજ તે ત્રણેય કલોક માં કલર સફેદ અને ગોલ્ડન લીધો હતો. તેમાં સફેદ શાંતિ નું પ્રતીક અને ગોલ્ડન ચમકતા તારા નું પ્રતીક છે. અને ગુજરાતી મોટીવેશનલ સ્પીકર એવા સંજય રાવલને તેમનો પોઈટ્રેટ બનાવી ગિફ્ટ કર્યો હતો. આ પેઇન્ટિંગમાં ગ્રફાઇટ પેન્સિલથી શેડિંગ કરી પોઇટ્રેટ તૈયાર કર્યો હતો.
આ ઉપરાંત તેને બીજા ઘણા બધા ટાઇપના પેઇન્ટિંગસ કર્યા છે. રાજકોટ લાઇવની ટીમ અને પત્રકાર પૂર્વી પોપટ તેમને ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામના પાઠવે છે
1 comment
Good