Rajkot Live
Breaking News
Breaking Newsગુજરાતરાજકોટરાજકોટ

રાજકોટ જિલ્લાના બોર્ડના પરીક્ષાર્થીઓ માટે હેલ્પલાઈન નંબર ૮૪૬૯૬૩૮૯૫૬ જાહેર કરાયો

Share

રાજકોટ જિલ્લાના બોર્ડના પરીક્ષાર્થીઓ માટે હેલ્પલાઈન નંબર ૮૪૬૯૬૩૮૯૫૬ જાહેર કરાય

રાજકોટ તા.૧૨ માર્ચ – રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓનાં હિતાર્થે કાઉન્સિલીંગ માટે જિલ્લા કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે.

જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ. કૈલાએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની મુંઝવણ કે પરીક્ષાને લગતી સમસ્યા હોય તો તેનું તુરંત જ નિરાકરણ લાવી શકાય તે માટે રાજકોટ જિલ્લામાં પરીક્ષા પહેલા જ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, શ્રી કરણસિંહજી હાઈસ્કુલ, કરણસિંહજી રોડ, સીટી ગેસ્ટ હાઉસ સામે, રાજકોટ ખાતે કાઉન્સિલીંગ માટેનો જિલ્લા કંટ્રોલરૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે.

આ જિલ્લા કંટ્રોલ રૂમ તા.૧૩/૦૩/૨૦૨૩ થી તા.૨૯/૦૩/૨૦૨૩ સુધી જાહેર રજાઓ સહિત સવારના ૦૭.૦૦ વાગ્યાથી શરૂ કરી રાત્રીના ૦૭.૦૦ વાગ્યા સુધી કાર્યરત રહેશે. બોર્ડના કોઈ પણ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે તો આ કંટ્રોલરૂમમાં ૮૪૬૯૬૩૮૯૫૬ ફોન નંબર પર સંપર્ક કરી શકશે.

વધુ વિગતો માટે બોર્ડની વેબસાઈટ www.gseb.org, બોર્ડનો ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર ૧૮૦૦-૨૩૩-૫૫૦૦, “જીવન આસ્થા” ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર ૧૮૦૦-૨૩૩-૩૩૩૦, સ્ટેટ રૂમ સંપર્ક નંબર ૯૯૦૯૦૩૮૭૬૮, ૦૭૯ – ૨૩૨૨૦૫૩૮ ઉપર પણ વિદ્યાર્થીઓ સંપર્ક સાધી શકે છે.

બોર્ડની પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા જરૂરી તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે કોઈ પણ જાતની પરેશાની ન અનુભવે તે માટે વીજ કંપની, એસ.ટી. વિભાગ, આરોગ્ય વિભાગ તથા પોલીસ વિભાગની મદદથી તમામ તકેદારીઓ રાખવામાં આવી રહી છે.

૦૦૦૦

ભાવિકા


Share

Related posts

હીરાસર એરપોર્ટ ખાતે ફ્લાઈટ કેલિબ્રેશન ટેસ્ટીંગ શરૂ કરાયુ

rajkotlive

રાજકોટ : આંબેડકર નગર 80 ફૂટ રોડ પર મોડી રાત્રે કરવામાં આવી યુવકની હત્યા..

rajkotlive

ભારતના ૨૦૪૭ અમૃતકાળનો રોડમેપ નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં કંડારતું  કેન્દ્રીય બજેટ-ર૦૨૩:-મુખ્યમંત્રી

rajkotlive

Leave a Comment

error: Content is protected !!