રાજકોટ જિલ્લામાં વિદ્યાર્થીઓની સહાયતા માટે જુદાં જુદાં ૧૦ સર્વાંગી વિકાસ સંકુલો ખાતે હેલ્પલાઈન સેન્ટર શરૂ
૦૦૦૦૦
કોઈ પણ મુંઝવણમાં સંયોજકશ્રીનાં મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરવા અનુરોધ કરતા જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ. કૈલા
રાજકોટ તા.૧૨ માર્ચ – ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાને આડે ગણતરીના કલાકો હવે બાકી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નોના યોગ્ય અને નક્કર ઉકેલ માટે રાજકોટ જિલ્લામાં જુદાં જુદાં ૧૦ સર્વાંગી વિકાસ સંકુલો ખાતે હેલ્પલાઈન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી.એસ. કૈલાએ વિદ્યાર્થીઓને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, પરીક્ષાલક્ષી કોઈ પણ મુંઝવણ કે સમસ્યા સમયે વિદ્યાર્થીને સંબંધિત વિસ્તાર પ્રમાણે આવેલા સર્વાંગી વિકાસ સંકુલો ખાતે શરૂ કરવામાં આવેલા હેલ્પલાઈન સ્થળોએ વિદ્યાર્થીઓ રૂબરૂ અથવા સંયોજકશ્રીનાં મોબાઈલ નંબર ઉપર ટેલીફોનીક સંપર્ક કરી સમસ્યાનું સમાધાન મેળવી શકે છે.
૧) રાજકોટ વિસ્તાર સ્વામિ વિવેકાનંદ સર્વાંગી વિકાસ સંકુલ – શ્રીમતી સરોજીની નાયડુ ગર્લ્સ હાઇ., સંયોજક સોનલબેન ફળદુ મો.૯૨૨૮૨ ૭૪૬૯૫
૨) રાજકોટ વિસ્તાર મહર્ષિ ગૌતમ સર્વાંગી વિકાસ સંકુલ, શ્રી એચ. એલ. ગાંધી વિદ્યાલયનાં સંયોજક સંજયભાઈ પંડ્યા – મો. ૯૯૨૫૦ ૩૦૩૧૦
૩) રાજકોટ વિસ્તાર મહર્ષિ સાંદીપની સર્વાંગી વિકાસ સંકુલ – શ્રી પી. એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કુલ, સંયોજક તુષારભાઈ દવે મો. ૯૪૨૭૪ ૩૩૩૩૯
૪) રાજકોટ શહેર તથા તાલુકા વિસ્તાર મહર્ષિ ભગીરથ સર્વાંગી વિકાસ સંકુલ, શૈફી હાઈસ્કુલ સંયોજક અમરશી ચંદ્રાલા મો. ૯૮૯૮૯ ૯૪૫૯૩
૫) પડધરી, લોધીકા તથા રાજકોટ વિસ્તાર મહર્ષિ જમદગ્નિ સર્વાંગી વિકાસ સંકુલ, શ્રી કેતન કન્યા વિદ્યાલય, રાજકોટ સંયોજક કિશોરભાઈ હિરપરા મો. ૯૬૨૪૫ ૯૪૭૬૮
૬) ગોંડલ, કોટડા સાંગાણી વિસ્તાર મહર્ષિ વિશ્વામિત્ર સર્વાંગી વિકાસ સંકુલ – આર.એલ અમૃતિયા હાઈસ્કુલ, ત્રાકુડા, તા. ગોંડલનાં સંયોજકશ્રી એસ. સી. બરોચિયા – ૯૮૭૯૫ ૩૩૦૬૯
૭) જસદણ તથા વિંછીયા વિસ્તાર મહર્ષિ મૈત્રેય સર્વાંગી વિકાસ સંકુલ – સરકારી માધ્યમિક શાળા, કાંસલોલીયાનાં સંયોજક કાલીન્દીબેન જાની – ૯૪૨૮૧ ૫૫૮૫૬
૮) ધોરાજી, જામકંડોરણા વિસ્તાર મહર્ષિ દધીચિ સર્વાંગી વિકાસ સંકુલ, શ્રી ભગવતસિંહજી હાઈસ્કુલ, ધોરાજી સંયોજક મહેશભાઇ મકવાણા મો. ૯૮૨૫૨ ૯૫૦૧૬
૯) ઉપલેટા વિસ્તાર મહર્ષિ ભારદ્વાજ સર્વાંગી વિકાસ સંકુલ, શ્રી વલ્લભ વિદ્યાલયનાં સંયોજક એમ.એચ. નારીયા – મો.૯૪૨૬૯ ૯૬૩૮૦
૧૦) જેતપુર વિસ્તાર મહર્ષિ વશિષ્ટ સર્વાંગી વિકાસ સંકુલ, શ્રી જલારામ હાઈસ્કૂલ વિરપુરના સંયોજક વી. ડી. નૈયા – મો.૯૨૨૮૩ ૬૯૭૯
ભાવિકા