Rajkot Live
Breaking News
Breaking Newsઅન્યરાજકોટ

*‘‘વિશ્વ કિડની દિવસ’’ની બી. ટી સવાણી કિડની હોસ્પિટલ ખાતે ઉજવણી કરાઇ*

Share

કિડનીના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો અને લોકોને તેમની કિડનીની કાળજી લેવા માટે પ્રોત્સાહિત કરવા તા ૦૯ માર્ચના રોજ ‘‘વિશ્વ કિડની દિવસ’’ની બી.ટી સવાણી કિડની હોસ્પિટલ, રાજકોટ ખાતે ઉજવણી કરવામાં આવી હતી.

આ માટે રેસકોર્સ ખાતે જનજાગૃતિ રેલી યોજાઇ હતી.જેનો મુખ્ય ઉદેશ્ય કિડની વિષેના જોખમી પરિબળો વિશે જાગૃતિ ફેલાવવાનો હતો. જેમાં કિડનીના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપતા સંદેશાઓ સાથેના પ્લેકાર્ડ અને બેનરો પ્રદર્શિત કરાયા હતા. આ રેલીમાં હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી જયંતીભાઈ ફળદુ સહિત અન્ય ટ્રસ્ટી, ડોક્ટરોઓ, મેડીકલ સ્ટાફ સહિત તમામ ક્ષેત્રના સેંકડો લોકોએ ભાગ લીધો હતો.

આ ઉપરાંત, હોસ્પિટલમાં અને ક્રિસ્ટલ મોલમાં નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે ૫૦૦ જેટલા દર્દીઓની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી કિડની સંબંધિત સમસ્યાઓ માટે મફત તબીબી તપાસ પૂરી પાડવામાં આવી હતી. નેફ્રોલોજિસ્ટ, યુરોલોજિસ્ટ અને અન્ય હેલ્થકેર પ્રોફેશનલ્સની ટીમે મુલાકાતીઓને તબીબી સલાહ અને માર્ગદર્શન આપ્યું હતું.

વિશ્વ કિડની દિવસ એ વૈશ્વિક સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન છે જેનો ઉદ્દેશ્ય કિડનીના સ્વાસ્થ્યના મહત્વ અને કિડની રોગ માટેના જોખમી પરિબળો વિશે જાગૃતિ લાવવાનો છે. આ અભિયાન દર વર્ષે માર્ચના બીજા ગુરુવારે ઉજવવામાં આવે છે.

 


Share

Related posts

વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે આઘ્યાત્મિક શક્તિ જોડાય છે ત્યારે વિકાસના નવા પરિણામો સર્જાય છે…. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  

rajkotlive

રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા વિદ્યાર્થિનીઓને કેન્સર વિષેની જાણકારી અપાઇ…

rajkotlive

વરસાદ માવઠું બે દિવસ જોવા મળશે.. હવામાન નિષ્ણાંત મયુર કોડવલાની આગાહી

rajkotlive

Leave a Comment

error: Content is protected !!