વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હીરાસર ગ્રીનફીલ્ડ એરપોર્ટ રાજકોટના આંગણે નિર્માણ પામી રહ્યો છે, તે અંતર્ગત હીરાસર એરપોર્ટ ખાતે આજરોજ ફ્લાઇટ કેલિબ્રેશન ટેસ્ટીંગની કામગીરી અન્વયે રનવે-નું અને લેન્ડિંગ ઈન્સ્ટ્રુમેન્ટ ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું.
હિરાસર એરપોર્ટ ખાતે હાલમાં ટર્મીનલ-1-2 લોન્જ, ફાયર સ્ટેશન, મોબાઇલ ટાવર, કોમ્યુનિકેશન અને એમ.ટી. બિલ્ડીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. 3 કિ.મી.નો રન-વે તૈયાર થઇ જતા હવે ઈન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સીસ્ટમ અને નેવિગેશન કન્ટ્રોલ સીસ્ટમ અને એ.ટી.સી ટાવરની મદદથી કેલિબ્રેશન ફલાઇટ ટેસ્ટીંગ શરુ કરવામાં આવ્યું છે. આવનારા સમયમાં લેન્ડિંગને ધ્યાને રાખીને કેલિબ્રેશનની પ્રક્રિયા વહેલી તકે સુનિશ્ચિત કરીને પૂર્ણ કરવામાં આવશે.
આ તકે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓ, ફાયર ટીમ, મેડીકલ ટીમ, કોમ્યુનિકેશન ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.