Rajkot Live
Breaking News
અન્ય

કલેકટરના અધ્યક્ષસ્થાને ઔદ્યોગિક કાર્યવાહક સમિતિની બેઠક યોજાઇ..

Share

જી.આઇ.ડી.સી., રૂડા, પાણી પુરવઠા બોર્ડના પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા કરાઇ..

કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને ઔદ્યોગિક કાર્યવાહક સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેકટર દ્વારા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ઉપરાંત વિવિધ વિભાગોના પ્રશ્નો અંગે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.

આ બેઠકમાં ઔદ્યોગિક કાર્યવાહક સમિતિ સાથે વિવિધ ઔદ્યોગિક એસોસીએશનના હોદેદારોએ નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગની પોલિસી, જરૂરિયાતો, જી.એસ.ટી., રેવન્યુ, પ્લોટ ફાળવણી સહિતના મુદ્દે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સાથેસાથે કલેકટરએ જી.આઇ.ડી.સી., રૂડા, પાણી પુરવઠા બોર્ડ, તોલમાપ, મહાનગરપાલિકાના પ્રશ્નોના ઉકેલ સંદર્ભે પણ માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કે.વી.મોરી, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના અધિક્ષક અંકિત ગોહેલ, મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ મેનેજર ધર્મેશ માંકડીયા સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.


Share

Related posts

*”મતદાનથી વિશેષ કંઈ નથી, અમે અવશ્ય મતદાન કરીશું”રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને*રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી*

rajkotlive

ફાઈન આર્ટસ ક્ષેત્રે અનોખી સિદ્ધિ મેળવતી સેફાલી પ્રજાપતિ

rajkotlive

મંત્રી ભાનુબહેનની આજે અમદાવાદ ખાતે સમરસ હોસ્ટેલની ઓચિંતી મુલાકાત..

rajkotlive

Leave a Comment

error: Content is protected !!