રાજકોટ શહેરમાં ૧૫ કરતાં વધુ વર્ષોથી ટેરાકોટાનું કામ કરતાં આર્ટિઝન કાર્ડધારક મીનલ દોશી જણાવે છે કે, “હસ્તકલા સેતુ યોજના જ્યારથી રાજકોટમાં કાર્યરત થઈ છે, ત્યારથી અમને એક્ઝિબિશનમાં, ઓનલાઈન સેલિંગમાં અને બીજી ઘણી રીતે આગળ કામ કરવામાં તક મળી છે. આ યોજના ચાલુ કરવા બદલ ઈ.ડી.આઈ.આઈ.નો પણ આભાર માનું છું.
છ મહિના પહેલાં મેં મોતીકામની બિડવર્કની ટ્રેનિંગ આપી હતી. જેમાં ૩૦ બહેનો તૈયાર થયાં છે. આ ઉપરાંત માટીકામની તાલીમ આપી હતી. જેમાં ટેરાકોટાની જ્વેલરી બનાવતા શીખવ્યું હતું. આ બે તાલીમમાં ૬૦ જેટલા બહેનો તૈયાર થયાં છે. હસ્તકલા સેતુ તથા ઈ.ડી.આઈ.આઈ.દ્વારા આ બહેનોને તેમની પ્રોડક્ટના સેલિંગ માટે કેવી રીતે પ્લેટફોર્મ મળી શકે, તે માટેની સારી જાણકારી મળે છે. હું દેશભરમાં એક્ઝિબિશન કરું છું. મારી કલા હું બીજા બહેનોને શીખવીને તેઓ રોજગારી કમાતાં થાય, તે માટે જે પ્રયત્ન કરું છું, તેમાં હસ્તકલા સેતુ તરફથી મને જે પ્રોત્સાહન મળે છે, તે માટે હું દિલથી આભાર માનું છું.”