અમદાવાદ29 મિનિટ પહેલા
કૉપી લિંક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કરે છે. ખાસ કરીને જે બાળકો બોર્ડની પરિક્ષા આપવાના હોય છે, તેવા બાળકો તણાવ મુક્ત રહે તે માટે તેમની સાથે વાત કરે છે. આ વર્ષે પરીક્ષા પે ચર્ચામાં દેશભરમાંથી 50 હજાર બાળકો ભાગ લેવાના છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યની સ્કૂલના વિદ્યાર્થીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પુસ્તક એકઝામ વોરિયરનું વિતરણ કરવામાં આવશે.
વાલીઓ માટે લખાયેલ છ સૂચનો ખૂબ જ લોકપ્રિયપુસ્તકમાં એકઝામ ફિયરને દૂર કરવા માટેના કેટલાક અનુભવો અને ચર્ચાઓનો ઉલ્લેખ કર્યો છે. વડાપ્રધાન દ્વારા લખાયેલ પુસ્તક એકઝામ વોરિયર્સમાં વિદ્યાર્થીઓ માટે તણાવ મુક્ત પરીક્ષા રહે તે માટે વાલીઓ માટે લખાયેલ છ સૂચનો ખૂબ જ લોકપ્રિય થયા છે. પરીક્ષા પે ચર્ચા અંતર્ગત રાજ્ય સરકારે ચિત્રકામ જેવી વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કર્યું છે.
5 વિજેતા બાળકોને સર્ટિફિકેટ એનાયતઆજે શહેરની કેન્દ્રીય વિદ્યાલય ખાતે પેઇન્ટિંગ કોમ્પિટિશનનું આયોજન કરાયું હતું. જેમાં અમદાવાદ તેમજ અમદાવાદ બહારની એમ કુલ મળીને 18 શાળાઓના 100 બાળકોએ ભાગ લીધો હતો. આ કોમ્પિટિશનમાં પાંચ વિજેતા બાળકોને સર્ટિફિકેટ અને એક્ઝામ વોરિયર્સ પુસ્તક આપવામાં આવ્યાં હતાં.
અન્ય સમાચારો પણ છે…