રાશિફળ

આ અઠવાડિયામાં 7માંથી 6 દિવસ સૌભાગ્ય અને સમૃદ્ધિ આપનાર વ્રત-તહેવાર રહેશે

  1. જૂન મહિનોનું બીજુ સપ્તાહ પરણિત મહિલાઓ માટે ખાસ રહેશે. આ સપ્તાહ 7માંથી 6 દિવસ સૌભાગ્ય અને સમૃદ્ધિ આપનાર તિથિ-તહેવાર રહેશે. આ સપ્તાહની શરૂઆત સોમ પ્રદોષથી થઈ રહી છે અને બીજા દિવસે માસિક શિવરાત્રિ એટલે શિવ ચૌદશ રહેશે. તે પછી બુધવારે લિંગ વ્રત કરવામાં આવશે. તેનો ઉલ્લેખ નારદ પુરાણમા કરવામાં આવ્યો છે. પછી ગુરુવારે વટ સાવિત્રી વ્રત કરવામાં આવશે. શુક્રવારે બીજ તિથિએ ચંદ્ર દર્શન વ્રત રાખવામાં આવશે. શનિવારે કોઈ તિથિ-તહેવાર નથી. ત્યાં જ, સપ્તાહના છેલ્લાં દિવસોમાં રંભા તીજનું વ્રત કરવામાં આવશે.

સોમ પ્રદોષ (7 જૂન, સોમવાર)- સોમવાર શિવ પૂજા માટે વિશેષ માનવામાં આવે છે. આ દિવસે પ્રદોષ વ્રત રહેશે. જે સોમ પ્રદોષનો શુભ સંયોગ બનાવી રહ્યું છે. આ તિથિએ શિવ પૂજા અને વ્રત કરવાથી દરેક પ્રકારના સંકટ દૂર થઈ જાય છે.

શિવ ચૌદશ(8 જૂન, મંગળવાર)- દર મહિને વદ પક્ષની ચૌદશ તિથિએ માસિક શિવરાત્રિ ઊજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા અને વ્રત કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થાય છે અને દરેક પ્રકારના દોષ દૂર થાય છે.

લિંગ વ્રત(9 જૂન, બુધવાર)- આ દિવસે પણ ચૌદશ તિથિ રહેશે. એટલે નારદ પુરાણ પ્રમાણે આ દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા સાથે લિંગ વ્રત કરવામાં આવે છે. તેમાં ભોળાનાથની પૂજા સાંજે કરવામાં આવે છે. જેમાં લોટનું શિવલિંગ બનાવીને પંચામૃત અને બીલીપાનથી વિશેષ પૂજા કરવામાં આવે છે. આવું કરવાથી ઉંમર, એશ્વર્ય અને દરેક પ્રકારનું સુખ વધે છે.

Related posts

રાશિફળ :28/11/2020

Rajkotlive News

રાશિફળ : 07/12/2020

Rajkotlive News

રાશિફળ : 26/11/2020

Rajkotlive News