Ahmedabad Gujarat Helth India Rajkot Saurashtra Special World

જાણો ઘરેલુ ઉપચારો દ્વારા ડાયાબિટીસ ને કઈ રીતે કાબૂમાં રાખી શકાય ?

ભારત મા અંદાજે 5 કરોડ 70 લાખ લોકો ડાયાબીટીસ ની બીમારી થી પીડાય રહ્યા છે, સર્વે ના કહેવા પ્રમાણે દર 2 મિનિટે 1 વ્યક્તિ આ બીમારીને કારણે મૃત્યુ પામે છે.

ડાયાબિટીસ એક ખતરનાક રોગ છે. લોહીમા ખાંડનું સ્તર વધવા લાગે છે, અને વ્યક્તિની ધીમી ગતિએ પીડવાની પ્રક્રિયા થાય છે. આ રોગ લાંબા ટાઇમે એક મોટું રૂપ ધારણ કરી લે છે, જે વ્યક્તિ ના મૃત્યુ નું કારણ બની શકે છે.

જ્યાં સુધી તમે ડાયાબીટીસ થવા ના કારણો ને નહિ સમજો ત્યા સુધી તેનો ઈલાજ કરવો મુશ્કેલ બની જાય છે. જયારે લોહી મા ખરાબ કોલેસ્ટ્રોલ (LDL)નું પ્રમાણ વધી જાય છે ત્યારે લોહી મા રહેલું આ કોલેસ્ટ્રોલ કોશિકાઓ ની આસપાસ જમા થવા લાગે છે! જેથી લોહીમાં રહેલા ઇન્સુલીન કોશિકાઓ સુધી નથી પહોચી શકતું (જેથી ગ્લુકોઝ ને ગ્રહણ કરવા માટે રીસેપ્ટર ની સંખ્યા ઓછી થઇ શકે છે).

આથી તે ઇન્સુલીન શરીર મા ક્યાય કામ નથી આવતું, એટલે જયારે તે વ્યક્તિ સુગર ચેક કરાવે ત્યારે સુગર લેવલ ઊંચું આવે છે કારણ કે ખરાબ કોલેસ્ટ્રોલ (LDL VLDL) કોશિકાઓ આસપાસ જમા થયેલો હોવાથી તે ગ્લુકોઝ શોષણ નથી કરી શકતી. અને જે બહાર થી ઇન્સુલીન આપવામાં આવે છે તે નવું હોવાથી કોશિકાઓ સુધી પહોચી જાય છે.

તો જાણો અમુક ઘરેલુ ઉપાયો દ્વારા ડાયાબિટીસને કંઈ રીતે કાબૂમાં રાખી શકાય છે ?

10 મિલી આમળાના જ્યુસમાં બે ગ્રામ હળદર ભેળવીને દિવસમાં બે વખત ચાટવાથી લોહીમાં ખાંડની માત્રા નિયંત્રણમાં રહે છે.

– એક સરખા આકારનું એક ટામેટુ, એક કાકડી અને એક કારેલાનો જ્યુસ કાઢીને રોજ ખાલી પેટે સેવન કરવું જોઈએ.

– વરિયાળી ખાવાથી ડાયાબિટિશ નિયંત્રણમાં રહે છે.

– કાળા જાંબુને ડાયાબિટિશના દર્દીઓ માટે ખાસ ઔષધિ માનવામાં આવે છે.

શતાવર રસ અને દૂધને સમાન માત્રામાં લેવાથી ડાયાબિટિશમાં લાભ થાય છે.

– કડવા લીમડાના કુંણા પાન ખાવાથી ડાયાબિટીસ મટે છે.

– જાંબુના ઠળિયા અને સાજીખાર વાટીને પીવાથી ડાયાબિટીસ મટે છે.

– લસણ વાટીને તેનુ પાણી પીવાથી ડાયાબિટીસ મટે છે

– કુમળા કારેલાના નાના નાના ટુકડા કરી તેને સુકવી તેનો બારીક પાવડર બનાવીને એક તોલા જેટલી ભુકી સવાર સાંજ લેવાથી ડાયાબિટીસ મટે છે.

– આમલીના ચચુકા શેકીને ખાવાથી ડાયાબિટીસ મટે છે

– રોજ રાત્રે મેથીના દાણા પલાળી સવારે ખૂબ મસળીને તેનું પાણી પીવાથી ડાયાબિટીસ મટે છે.

Related posts

*निर्भया के दोषियों ने फांसी से बचने के लिए अंतर्राष्ट्रीय न्यायालय से लगाई गुहार*

Rajkotlive News

दिल्ली में वोटिंग से पहले महिला सब इंस्पेक्टर की गोली मारकर हत्या, CCTV से आरोपी की हुई पहचान

Rajkotlive News

પાકિસ્તાનના 2 પાયલટ્સનો દાવો- આકાશમાં ઉડતી રકાબી જોઈ; તેનો વિડિયો પણ બનાવ્યો

Rajkotlive News