Ahmedabad Breaking News Gujarat Helth India Life style Rajkot Saurashtra Special Viral World

આજે વિશ્વ પર્યાવરણ દિવસ : જાણો ક્યારથી આ દિવસ ઉજવવાની શરુઆત થઇ ? આ વર્ષની થીમ વિષે.

કુદરતનાં સૌ કોઇ ગુનેગાર છે…! વિશ્વભરમાં આજનાં દિવસને એટલેકે 5 જુનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

છેલ્લા એક વર્ષથી વધુ સમયથી દુનિયામાં કોરોના મહામારીનો પ્રકોપ ચાલુ છે અને આ દરમિયાન પ્લાસ્ટિક કચરાની સમસ્યા પણ પર્યાવરણ માટે એક મોટું કારણ બની છે.

પર્યાવરણનું બગડતું સંતુલન અને વધતા પ્રદૂષણથી દુનિયા સંઘર્ષ કરી રહી છે. આ ગંભીર સમસ્યામાંથી બહાર આવવાનો એકમાત્ર ઉપાય દુનિયાભરમાં પર્યાવરણની જાળવઈ કરવાથી છે. આ ત્યારે જ સંભવ થશે જ્યારે લોકો વૃક્ષોની વાવી તેની જાણવણી કરશે. આ જરૂરીયાતને જોતા સંયુક્ત રાષ્ટ્ર સંઘ (United Nations Organisation) ની પહેલ પર વિશ્વ પર્યાવરણ સુરક્ષાને લઈને જાગરૂકતા ફેલાવવા માટે વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવાની શરૂઆત 1974માં કરવામાં આવી. ત્યારબાદ દર વર્ષે 5 જૂને અલગ-અલગ થીમ પર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

આ વખતે પાકિસ્તાન છે વિશ્વ પર્યાવરણ દિવસનુ યજમાન.

આ વર્ષે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (UNEP) ની ભાગીદારીમાં પાકિસ્તાન વિશ્વ પર્યાવરણ દિવસ 2021ની યજમાની કરી રહ્યું છે. વર્ચ્યુઅલ ફિફ્થ યૂએન એનવાયરમેન્ટ એસેમ્બલી (યૂએનઈએ-5) ના કાર્યક્રમમાં જાહેરાત કરતા પાકિસ્તાનના પ્રધાનમંત્રીના સલાહકાર અને જળવાયુ પરિવર્તન મંત્રી મલિક અમીન અસલમે વિશ્વભરમાં ઇકોસિસ્ટમના ધોવાણને રોકવા અની પુનઃસ્થાપનાની જરૂરીયાતની વાત કહી હતી. મહત્વનું છે કે પાકિસ્તાનની સરકારે આગામી પાંચ વર્ષોમાં 1000 કરોડ ‘ટ્રી સુનામી પહેલ’ હેઠળ દેશમાં જંગલોના વિસ્તાર અને પુનસ્થાપનની યોજના બનાવી છે. એટલું જ નહીં આ કેમ્પેનમાં પાકિસ્તાન મૈન્ગ્રોવ જંગલોને પુનસ્થાપિત કરવા, શાળા, કોલેજ, પાર્ક વગેરે સહિત શહેરના અન્ય ઘણા વિસ્તારમાં વૃક્ષારોપણ પર કામ કરી રહ્યું છે.

પર્યાવરણ દિવસ નિમત્તે આ વર્ષની થીમ .

વિશ્વ પર્યાવરણ દિવસ 2021ની આ વર્ષની થીમ ઇકોસિસ્ટમ રેસ્ટોરેશન (Ecosystem Restoration) એટલે કે ઇકોસિસ્ટમની પુનસ્થાપના છે. ઇકોસિસ્ટમ રેસ્ટોરેશન હેઠળ ઝાડ વાવી કે પર્યાવરણની રક્ષા કરી પ્રદૂષણના વધતા સ્તરને ઓછુ કરવા અને ઇકોસિસ્ટમ પર વધતા દબાવને ઓછી કરવાનું છે. મહત્વનું છે કે પર્યાવરણ દિવસ મનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય દુનિયાભરમાં લોકો વચ્ચે પર્યાવરણ પ્રદૂષણ, જળવાયુ પરિવર્તન, ગ્રીન હાઉસ ઇફેક્ટ, ગ્લોબલ વોર્નિંગ, બ્લેક હોલ ઇફેક્ટ વગેરે જ્વલંત મુદ્દા અને તેનાથી થનારી વિભિન્ન સમસ્યાઓ પ્રત્યે સામાન્ય લોકોને જાગરૂત કરી અને પ્રર્યાવરણના રક્ષણ માટે હર સંભવ પ્રેરિત કરવાનું છે.

કોરોનાના કપરા કાળમાં પર્યાવરણની ભૂમિકા. 

હાલમાં વિશ્વમાં ચાલી રહેલા કોરોના સંકટે લોકોને પ્રકૃતિનું મહત્વ સમજાવી દીધું છે. લાઇફ સ્ટાઇલમાં આવતું પરિવર્તન, ધૂળ-ધુમાડાથી ભરેલી ભાગતી-દોડતી જિંદગી અને ખાસ કરીને કોરોના કાળમાં પર્યાવરણની ઉપયોગિતા અને મહત્વ ખુબ વધી ગયું છે. તેવામાં ઓક્સિજનનો સૌથી મોટો સ્ત્રોત વૃક્ષો છે. તે ન માત્ર આપણને ફળ, ફૂલ અને છાંયો આપે છે પરંતુ જીવન ઉપયોગી ઓક્સિજન પણ આપે છે.

કોરોના કાળમાં ઓક્સિજનની ખામીના કારણે અનેક મનુષ્યો રડ્યા.

જે રીતે કોરોના કાળમાં ઓક્સિજનની કમી જોવા મળી રહી છે. તેવામાં કોરોના સંક્રમિત દર્દીઓએ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોવિડ સંક્રમથી રિકવર થતા અને આપણા ઓર્ગન સિસ્ટમને ટ્રેક પર લાવવા માટે ઓક્સિજનની જરૂરીયાત હોય છે. તેવામાં જરૂરી છે કે આપણે ઓક્સિજનના સંકટને દૂર કરવા માટે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરીએ. પર્યાવરણનું સંતુલન જાળવી રાખવા માટે છોડ-વૃક્ષનું જતન કરવું ખુબ જરૂરી છે. આ સિવાય કચરો કરીને પ્રકૃતિને ખરાબ ન કરીએ. રીસાઇકલનો ઉપયોગ કરીએ. તે સ્વાસ્થ્ય અને પ્રકૃતિ બંને માટે સારૂ છે.

Related posts

गुजरात में पहलीबार होम क्वोरंटाईन् तोड़नेवालो को प्रशासन ने दी यह सजा, लोग कर रहे तारीफ

Rajkotlive News

શામળાજી બસ સ્ટેશન પાસેથી ધોળેદહાડે માતાની આંખો સામે સગીરાનું અપહરણ

Rajkotlive News

ધો-10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનઃ ડિપ્લામાંના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ લેવાશે ?

Rajkotlive News