Ahmedabad Breaking News Gujarat India Rajkot Saurashtra Special Viral

સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૧માં મનરેગા હેઠળ રૂપિયા ૪૦૬.૫૯ લાખની રોજગારી અપાઇ.

સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૧માં મનરેગા હેઠળ રૂપિયા ૪૦૬.૫૯ લાખની રોજગારી અપાઇ

અમદાવાદઃ મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગારી ગેરેન્ટી -મનરેગા હેઠળ ગ્રામીણ કુટુંબમાં પુખ્ત વયના બિનકુશળ કામ કરવા ઈચ્છુક વ્યક્તિ ને જુદા જુદા કામથી ૧૦૦ દિવસની રોજગારી આપવાની યોજના મનરેગા હેઠળ કચ્છમાં સુજલામ સુફલામ જળઅભિયાન ૨૦૨૧ના કામોથી કુલ ૧૬૨૧૮૬ માનવદિનની રૂ. ૪૦૬.૫૯ લાખની રોજગારી આપવામાં આવી છે.

તળાવના ખોદકામ ,નહેર સફાઈ, માટીકામ જેવા કામોથી જિલ્લાના દસ તાલુકાઓમાં ગ્રામ્ય સ્થાનિકોને નાણાકીય વર્ષમાં ૧૦૦ દિવસની રોજગારી આપવાની મનરેગા યોજના હેઠળ એપ્રિલ-મે માસમાં કચ્છના તાલુકાઓમાં આ માનવદિન રોજગારી સર્જવામાં આવી હતી. જે પૈકી અબડાસા તાલુકામાં રૂ. ૪૯.૪૫લાખની ૩૦૪૪૮ માનવદિન, અંજાર તાલુકામાં રૂપિયા ૪૯.૮૮ લાખની ૨૪૮૫૪ માનવદિન રોજગારી, ભચાઉમાં રૂપિયા ૧૬ હજારની ૧૨૨ માનવદિન રોજગારી, ભુજમાં રૂપિયા ૧૧૩.૮૩ લાખની ૪૧૩૧૮ માનવદિનની રોજગારીના, ગાંધીધામમાં રૂ. ૩૨ હજાર ૧૪૫ માનવદિન રોજગારી, લખપતમાં રૂ. ૫૨.૧૧ લાખના ૧૬૧૮૪ માનવદિન રોજગારી ,માંડવી તાલુકામાં રૂ.૮.૧૧ લાખની ૨૧૯૦ માનવદિન રોજગારી ,મુન્દ્રામાં રૂ. ૧૩.૪૬ લાખના ૭૭૪૮ માનવદિન રોજગારી, નખત્રાણામાં રૂ.૫૧.૨૭ લાખના ૧૩૦૨૩ માનવદિન રોજગારીના અને રાપરમાં રૂ.૬૮ લાખ ૨૬૧૫૪ માનવદિન રોજગારીનો ખર્ચ કરવામાં આવ્યો છે એમ જિલ્લા મનરેગા અધિકારી ઇન્દ્રજીત ગોસ્વામી દ્વારા જણાવાયું છે

Related posts

गुजरात : लोकडाउन के बीच अनूठी शादी, मास्क और ग्लोज पहन दूल्हा-दुल्हन ने एकदूसरे को पहनाई माला

Rajkotlive News

पांच बच्चों संग बाइक पर फुल स्पीड से ओवरटेक करते युवक का वीडियो वायरल, जांचमें जुटी पुलिस

Rajkotlive News

गुजरात में टोलबुथ के कर्मचारी ने यात्रिक के सिर पे मारा पाइप, महिलाओं ने की तोड़फोड़

Rajkotlive News