Ahmedabad Breaking News Coronavirus (Covid) Gujarat Helth India Life style Rajkot Saurashtra School Special Viral World

જીટીયુ દ્વારા 21 દિવસીય ઓનલાઈન યોગ શિબિરનો પ્રારંભ.

અમદાવાદ : સમગ્ર વિશ્વ છેલ્લા કેટલાક સમયથી કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. કોરોનાથી સંક્રમિત થયેલા લોકો નેગેટિવ આવ્યા પછી પણ કેટલાક સમય સુધી પોસ્ટ કોવિડની સમસ્યાથી પીડાતા હોય છે. જેના નિવારણના ભાગરૂપે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના (જીટીયુ) સ્પોર્ટ્સ વિભાગ દ્વારા તારીખ 1 જૂનથી 21 જૂન 2021 સુધી 21 દિવસીય ઓનલાઈન યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ આ યોગશિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ અને કુલસચિવ ડૉ. કે. એન. ખેરે સમગ્ર આયોજન બદલ જીટીયુ સ્પોર્ટ્સ ઓફિસર ડૉ. આકાશ ગોહિલને શુભકામનાઓ પાઠવી હતી.

યોગ એ સમગ્ર વિશ્વને ભારત તરફથી મળેલી મહામૂલી ભેટ છે. જે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય કેળવવામાં માટે અનેક પ્રકારે ફાયદાકારક હોય છે. જીટીયુ દ્વારા આયોજીત આ યોગ શિબિરમાં યોગા એક્સપર્ટ નિલમબેન સુતરીયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. સંક્રમીત થઈને કોરોના નેગેટિવ થયેલા દર્દીઓ પણ પોસ્ટ કોવિડની સમસ્યાથી પીડાતા હોય છે. આ ઉપરાંત કોવિડમાં પણ ઝડપથી સ્વસ્થતા‌ કેળવવા , ફેફસાની મજબૂતી અને ઓક્સિજન લેવલ વધારવા માટે વિવિધ પ્રકારના સમગ્ર ગુજરાત અને ભારતના વિવિધ પ્રદેશમાંથી પ્રતિદિન 3000 વધુ લોકો ડિજીટલ માધ્યમ થકી યોગાભ્યાસ કરવા માટે જોડાય છે. જેનું સમાપન આગામી 21 જૂન વિશ્વ યોગ દિવસના દિને કરવામાં આવશે.

Related posts

ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માગણી.

Rajkotlive News

ગુજરાતમાં આ રીતે બનશે રિઝલ્ટ સરકારે જાહેર કર્યા નવા નિયમો.

Rajkotlive News

‘वुहान डायरी’ में चीन की गलतियों का कच्चा चिट्ठा, लेखिका को दी जान से मारने की धमकी

Rajkotlive News