Ahmedabad Bollywood Breaking News Business Gujarat India Life style Mobile Saurashtra Special Viral World

ભારતમાં 5જી નેટવર્કને લઈને વિરોધઃ આ અભિનેત્રીએ ખટખટાવ્યા કોર્ટના દરવાજા.

દિલ્હીઃ બોલિવૂડ ફિલ્મ અભિનેત્રી જૂહી ચાવલાએ દેશભરમાં 5 જી વાયરલેસ નેટવર્કની સ્થાપિત કરવા વિરુદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી છે. અરજીમાં દાવો કર્યો છે કે 5 જી વાયરલેસ નેટવર્કથી લોકો ઉપરાંત પ્રાણીઓ, વનસ્પતિ અને જીવો પર કિરણોત્સર્ગ( રેડિયેશન)ની વિઘાતક અસર થઈ રહી છે. જસ્ટિસ સી. હરિ શંકરે આ અરજીની સુનાવણીથી પોતાને દૂર કરી લીધા છે. તેમણે આ મામલો બીજી બેંચ સમક્ષ સ્થાનાંતરિત કરતી વખતે આગામી સુનાવણી માટે 2 જૂનની તારીખ નક્કી કરી કરી દીધી છે.
ફિલ્મ અભિનેત્રી ચાવલા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, જો ટેલીકોમ ઉદ્યોગની 5 જી માટેની યોજના સફળ થાય છે, તો એવી કોઈ વ્યક્તિ, પશુ, પક્ષી, જંતુ, ઝાડનો છોડ નહીં હોય જે દિવસનાં 24 કલાક અને વર્ષનાં 365 દિવસ આરએફ વિકિરણનાં સ્તરથી બચવા સક્ષમ હશે, જે હાલનાં કિરણોત્સર્ગ કરતા 10 થી 100 ગણાથી વધું છે. પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે 5 જી જ્યાં લોકો પર ગંભીર અસર કરશે, ત્યાં જ પૃથ્વીની તમામ ઇકોસિસ્ટમ્સને કાયમી નુકસાન થશે. અભિનેત્રી વતી એડવોકેટ દીપક ખોસલાએ અરજીમાં કહ્યું છે કે સક્ષમ ઉચ્ચ અમલદારો / અધિકારીઓને તે પ્રમાણિત કરવાનાં નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે, કે 5 જી ટેકનોલોજી લોકો, બાળકો, પ્રાણીઓ અને દરેક પ્રકારના પ્રાણીસૃષ્ટિ, વનસ્પતિ માટે સલામત છે.

Related posts

આજે વિશ્વ સાઈકલ દિવસ : જાણો ક્યારથી આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ? સાયકલનું મહ્ત્વ, તેનાં ફાયદાઓ તેમજ સાયકલને લગતી વિવિધ વાતો.

Rajkotlive News

गुजरात में कोरोना से सूरत में 67 वर्षीय वृद्ध ने तोड़ा दम, वडोदरा में रिपोर्ट आने से पूर्व महिला की मौत

Rajkotlive News

सरकारी बस के ड्राइवर ने ‘जय द्वारिकाधीश’ बोलकर नदी बने हाइवे पर ऐसे दौड़ाई बस

Rajkotlive News