India Sports

ભારતીય મહિલા ક્રિકેટ ટીમને આ વર્ષે સપ્ટેમ્બરમાં પ્રસ્તાવિત ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પ્રથમવાર ડે-નાઈટ ટેસ્ટ

દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને આ વર્ષે સપ્ટેમ્બરમાં પ્રસ્તાવિત ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પ્રથમવાર ડે-નાઈટ ટેસ્ટ મેચ રમવાનો મોકો મળશે. આ ટેસ્ટ પર્થના વાકા સ્ટેડિમમાં 30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી રમાશે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં 3 વન-ડે અને ટી-20 પણ રમશે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આપેલી મહિતી અનુસાર એક માત્ર ટેસ્ટ પહેલા બંને ટીમ વચ્ચે સિડની ઓવલમાં 19મી સપ્ટેમ્બર, જંક્શન ઓવલમાં 22 અને 24મી સપ્ટેમ્બરના રોજ વન-ડે રમશે. ત્યાર બાદ નોર્થ સિડની ઓવલમાં તા. 7, 9 અને 11 ઓક્ટોબરના રોજ ટી-20 મેચ રમશે. આ પ્રવાસની શરૂઆત સપ્ટેમ્બરના મધ્યમાં ડાર્વિનમાં એક તાલીમ શિબિરની સાથે થશેઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા 16મી જૂનથી ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમાશે. જેમાં ભારતીય ટીમનું નૈતૃત્વ મિતાલી રાજ કરશે.

Related posts

ભારત-માલદીવ્સ વચ્ચે દીર્ઘકાલિન શહેરી વિકાસના ક્ષેત્રમાં સહકાર માટેના સમજૂતી કરારને મંજૂરી.

Rajkotlive News

कोरोना के खिलाफ लड़ाई में NRI महिला ने कहा- ‘मेरा भारत महान’, अमेरिका में दर्ज हुआ केस

Rajkotlive News

નવી નોંધણી માટે બેટરી સંચાલિત વાહનોને ફી ચુકવણીમાં મુક્તિ.

Rajkotlive News