Ahmedabad Breaking News Gujarat India Rajkot Saurashtra Special Sports World

ઓલિમ્પિકમાં બે વખત મેડલ જીતી ચૂકેલા સુશીલ કુમાર વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર.

દિલ્હી: પોલીસે છત્રસાલ સ્ટેડિયમમાં ઝઘડા બાદ એક પહેલનનું મોત થવાના મામલામાં ઓલિમ્પિકમાં બે વખત મેડલ જીતી ચૂકેલા સુશીલ કુમાર વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરી હોવાનું જાણવા મળે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર

પોલીસ ઝઘડામાં સામેલ પીડિતોનું નિવેદન પહેલાંથી જ નોંધી ચૂકી છે. તેમણે કહ્યું કે ઝઘડો મોડલ ટાઉન વિસ્તારમાં એક ફ્લેટને ખાલી કરાવવાને લઈને થયો હતો. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે આ મામલે સુશીલકુમારનું નામ પ્રારંભીક આરોપી તરીકે છે અને તે અત્યારે ફરાર હોય તેને શોધવામાં આવી રહ્યો છે. સુશીલને જવા માટે દિલ્હી-એનસીઆર અને આસપાસના વિસ્તારોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. ઝઘડો થયો ત્યારે સુશીલકુમાર ઘટનાસ્થળે હાજર હોવાનું મનાઈ રહ્યું છે. સ્ટેડિયમમાં તે પહેલવાન અને તેના બે મીત્રો પર અન્ય પહેલવાનોએ હુમલો કર્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ ઝઘડામાં કુમાર, અજય, પ્રિન્સ દલાલ, સોનુ, સાગર, અમિત અને અન્ય સામેલ છે. હરિયાણાના ઝઝ્ઝરમાં રહેતા પ્રિન્સ દલાલને પકડી લેવામાં આવ્યો છે. પોલીસે અન્ય આરોપીઓની ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.

Related posts

बेटी को शादी के तोहफे में पुस्तके देनेवाले पिता को मिला ‘वर्ल्ड रिकॉर्ड ऑफ इंडिया’

Rajkotlive News

वंदे भारत मिशन के तहत कुवैत-लंदन में फंसे 349 भारतीयों को लेकर दो फ़्लाइट अहमदाबाद पहुंचीं

Rajkotlive News

गुजराती कंपनी को RBI के निर्णय की पहले से थी जानकारी ? 10 दिनों से नहीं लेती थी यसबैंक के चेक

Rajkotlive News