Ahmedabad Breaking News Coronavirus (Covid) Gujarat India Rajkot Saurashtra Special Sports Viral World

ભારતીય ક્રિકેટ ટીમના મહાન ખેલાડી સચિન તેંડુલકર કોરોનાની ઝપેટમાં

ભારતની ટીમના મહાન ખેલાડી સચિન તેંડુલકર કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ભારતના પૂર્વ ક્રિકેટર તાજેતરમાં જ છત્તીસગઢ ના રાયપુરથી પરત ફર્યા હતા, જ્યાં તેઓ માર્ગ સલામતી ક્રિકેટ સિરીઝ રમવા ગયા હતા. તેમનો રીપોર્ટ શનિવારે (27 માર્ચ) આવ્યો હતો, જેમાં તેમનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

આજે સચિને ટ્વિટ કર્યું હતું કે, ‘હું ટેસ્ટ કરાવતો હતો અને સાથે તમામ માર્ગદર્શિકાને અનુસરતો હતો. જો કે હવે હું હળવા લક્ષણો સાથે કોવિડ પોઝિટિવ થયો છું. ઘરના અન્ય સભ્યોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હું આયસોલેશનમાં છું અને બધા પ્રોટોકોલોને પણ અનુસરી રહ્યો છું. મેં થોડા દિવસ પહેલા જ વેક્સિન      લીધી  છે .હું એ તમામ સ્વાસ્થ્યકર્મીઓનો આભાર મનુ છું જેમણે મારો સાથ આપ્યો. તમે બધા પોતાનું ધ્યાન રાખો.”

કોરોનાની તપાસ બાદ તેનો પરિવાર એકદમ સેફ છે. સચિનના પોઝિટિવ આવ્યા પછી આખા પરિવારની રિપોર્ટ કરવામાં આવી જેમાં તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

ગયા અઠવાડિયે જ સચિને રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ દરમિયાન ઈન્ડિયા લિજેન્ડ્સ ટીમની કપ્તાની કરી હતી અને ટીમ માટે ફાઇનલ મેચ જીત્યો હતો. આ ટૂર્નામેન્ટની ફાઈનલમાં ભારતે શ્રીલંકા લિજેન્ડ્સની ટીમને હરાવી હતી .

Related posts

गुजरात में पहलीबार आईएएस कोरोना की चपेट में, स्वास्थ्य सचिव जयंती रवि के सहायक की रिपोर्ट पॉजीटिव

Rajkotlive News

GST નંબર આપતા પહેલા અધિકારી હવે કરદાતાના સ્થળની મુલાકાત લશે

Rajkotlive News

गुजरात का ऐतिहासिक किस्सा, पारसी दंपति ने की तलाक की अर्जी, कोर्ट ने दी मंजूरी

Rajkotlive News