Life style

નાની મિસરીના કમાલના છે આ હેલ્થ બેનિફિટસ

ઘરેલૂ ઉપાય/શરદી, ઉધરસ, ચાંદી પડવી કે પછી તાકાત વધારવી હોય તો કમાલ કરે છે રસોઈની આ 1 ચીજ, જાણો અઢળક ફાયદા.

શરદી, ખાસી કે મોઢામાં ચાંદા પડી જવાની હોય સમસ્યા તો મિસરી ખાવી તેનાથી હિમોગ્લોબીન વધે છે અને ડાયજેશન સારું રહે છે.

  • મિસરીનું સેવન છે લાભદાયી.
  • જાણો મિસરીથી શરીરને થતાં મોટા લાભ.
  • શરદી, ખાસી કે મોઢામાં ચાંદા પડે તો કરો આ ઉપાય.

મિસરી સમાન્ય રીતે દરેક ઘરમાં મળી રહે છે. તમે રેસ્ટોરન્ટમાં જાઓ તો પણ લંચ કે ડિનર બાદ તમને મુખવાસમાં મિસરી અપાય છે. તે એકરીતે માઉથ ફ્રેશનરનું કામ કરે છે. આ સિવાય તે અનેક પ્રકારની નાની મોટી સમસ્યાઓમાં પણ તમારી મદદ કરે છે. તો જાણો તેનાથી થતાં ફાયદા વિશે.

મોંઢામાં ચાંદા પડે ત્યારે 

મોંઢામાં ચાંદા થાય ત્યારે મિસરીને ચૂસવાથી લાભ થાય છે. તમે મિસરી અને એલચીને એક સરખા પ્રમાણમાં લો અને તેને સાથે મિક્સ કરીને તેનો પાવડર બનાવીને રાખો અને તેને ચાંદી પર હળવા હાથે લગાવો તમને રાહત મળશે.

હિમોગ્લોબીન વધારે છે.

મિસરીના રોજના સેવનથી હિમોગ્લોબીનનું લેવલ વધે છે. તેનું સેવન દિવસમાં 2-3 વાર કરવાથી રાહત મળે છે. બ્લડ સર્ક્યુલેશનને સારુ રાખવામાં પણ તે મદદ કરે છે.

ડાયજેસ્ટિવ સિસ્ટમને સારી રાખે છે.

ડાયજેસ્ટિવ સિસ્ટમને માટે મિસરીનું સેવન ફાયદો કરે છે. તમે તમારા ડાયજેસ્ટિવ સિસ્ટમને સારી રાખવા ઇરછો છો તો તમે મિસરીની સાથે વરીયારીને મિક્સ કરો અને લંચ અને ડીનર બાદ તેનો ઉપયોગ કરો. આ સિવાય તમે આ બંનેનો પાવડર પણ ઉપયોગ કરી શકો છો.

તાકાત માટે 

મિસરીના સેવનથી શરીરને તાકાત મળે છે. આ સાથે શરીરમાં તાજગી પણ બની રહે છે. તેના માટે દિવસમાં 3-4 વાર મિસરીનું સેવન કરો તે લાભદાયી છે.

શરદી અને ખાસીના સમયે

જો તમને શરદી અને ઉધરસની સાથે ગાળામાં ખરાશ છે તો તમે મિસરીનું સેવન કરો.તેને માટે તમે મિસરીના 10 અને કાળા મરીના 5 દાણા લો. તેનો પાવડર બનાવી લો અને સાથે બંનેને રાતે સૂતા પહેલાં લો.

આ રીતે મિસરીનું વિવિધ પ્રકારનું સેવન હેલથને અનેક ફાયદા આપે છે.તો જાણો અને તમે પણ કરી લો આ ઉપાય.

 

 

 

Related posts

ઉનાળો એટલે સ્વ સાથે સંવાદ કરવાની સપ્તરંગી ઋતુ.

Rajkotlive News

નીતિન ભાઈ મારે મુખ્યમંત્રી બનવું છે, લાલજી ભાઈએ #dy.cm ને કોલ કરી શું કરી માંગ. સાંભળો શું સલાહ આપી..

Rajkotlive News

ED ने यस बैंक के संस्थापक राणा कपूर को किया गिरफ्तार

Rajkotlive News