Special

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બન્યાં ગુજરાતના મહેમાન સિક્યુરિટી ગાર્ડ ખડેપગે:

અમદાવાદ : દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 23મીએ ગાઁધીનગરના મહેમાન બની રહ્યા છે ત્યારે સુરક્ષા,વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓને ધમધમાટ કરવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રપતિ ગાંધીનગરના સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે. જેથી સુરક્ષાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. આ ઉપરાંત મહાત્મા મંદિર ખાતે યોજાનાર ગુજરાત વિશ્વ વિદ્યાલયનાં દીક્ષાંત સમારોહમાં કોવિડની ગાઇડ લાઇન અનુસાર રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ લેનારા તમામ વિદ્યાર્થીઓના કોવિડ ટેસ્ટ કરવામાં આવશે.

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની રાજયની બે દિવસીય મુલાકાત દરમિયાન આજે બીજા દિવસે તેમણે ગાંધીનગરના કોબા સ્થિત મહાવીર જૈન આરાધના કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેઓ જૈન આચાર્ય પદ્મ સાગર સુરીજી મહારાજને મળ્યા અને તેમના આશીર્વાદ લીધા. રાષ્ટ્રપતિશ્રીએ જૈન આચાર્ય પદ્મ સાગર સુરીજી મહારાજ સાથે દસ મીનીટથી વધુ સમય વિતાવ્યો હતો. જેમને તેઓ પોતાના ગુરૂ માને છે. આ પ્રસંગે તેમણે દેવી સરસ્વતીની પુજા પણ કરી હતી. તેમણે મ્યુઝીયમની પણ મુલાકાત લીધી હતી જેમાં પ્રાચીન શીલાલેખો અને જૈન શાસન પર હાથથી લખાયેલા પુસ્તકોનો સમૃધ્ધ સંગ્રહ છે.

આ પહેલા સવારે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરા બા ની મુલાકાતે આવ્યા હતા. ગાંધીનગર ખાતે રાયસણ ગામમાં આવેલા તેમના ઘરે શ્રી કોવિંદે લગભગ અડધા કલાક સુધીનો સમય વિતાવ્યો હતો. મુલાકાત દરમિયાન હિરા બા એ રાષ્ટ્રપતિને શાલ ઓઢાડીને સન્માન કર્યુ હતું. સાથે ભેટ રૂપી એક ચરખો પણ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી શ્રી મોદી જયારે માતાની મુલાકાતે આવે છે ત્યારે સોસાયટીના બાળકો સાથે પણ થોડીક ક્ષણો વિતાવે છે, તેવી જ રીતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ સોસાયટીના બાળકો સાથે સમય વિતાવ્યો હતો. બાળકો ધ્વારા તેમને ગુલાબનુ ફુલ ભેટમાં આપવામાં આવ્યું હતું. જે રાષ્ટ્રપતિ ધ્વારા બાળકોને પરત કરવામાં આવ્યું હતું.

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતના મહેમાન બની રહ્યા છે ત્યારે તેઓ પાટનગર ગાંધીનગર ખાતે રહેશે. રાષ્ટ્રપતિની સુરક્ષામાં સેક્ટર-7, સેક્ટર 21 અને ઇન્ફોસિટી પોલીસ મથકની પોલીસની વિશેષ જવાબદારી રહેશે. આ ઉપરાંત 2 એસપી, 6 ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ સહિત 300 થી વધારેનો પોલીસ કાફલો રાષ્ટ્રપતિની સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાયા છે. હાલ રાષ્ટ્રપતિ સુરક્ષા માટેના એસેસમેન્ટની તૈયારીઓ પણ શરૂ થઇ ચુકી છે.

રાષ્ટ્રપતિના આગમનના પગલે ગાંધીનગર સિવિલના સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ અનુસાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. ડોક્ટર સહિત નર્સિંગનો પણ સ્ટાફ સ્ટેન્ડ ટુ રહેશે. સિવિલ હોસ્પિટલ ઉપરાંત મહાત્મા મંદિર અને રાષ્ટ્રપતિનો કોન્વોયમાં તમામ મેડિકલ સાધનોથી સજ્જ નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ સાથે રહેશે. આ ઉપરાંત રાષ્ટ્રપતિના સીધા કે આડકતરા સંપર્કમાં આવનારા એકે એક વ્યક્તિનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

Related posts

આજે 14 એપ્રિલ એટલે ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી.

Rajkotlive News

આંતરરાષ્ટ્રીય મહિલા દિન : શક્તિ અને સન્માનનો ઉત્સવ.

Rajkotlive News

499 વર્ષ પછી હોળી પર બની રહ્યો છે દુર્લભ યોગ, જાણો હોળીનુ શુભ મુહુર્તથી લઈને હોળીનુ મહત્વ અને પૂજા વિધિ.

Rajkotlive News