Breaking News

રાજકોટ : ફરી ભાજપનો ભગવો લહેરાયો.

24માં ભવ્ય વિજય, 24માં આગળ, કોંગ્રેસનું નામોનિશાન નહીં.

રાજકોટમાં અત્યારસુધી કુલ 10,93,991માંથી 5,54,148 મતદારોએ મતદાન કર્યું

5,67,001 પુરુષમાંથી 3,09,047 મતદાન થયું, 5,26,990 સ્ત્રીમાંથી 2,45,101 મતદાન થયું.

રાજકોટમાં આજે 9 વાગ્યાથી અલગ અલગ 6 જગ્યાએ મનપાની ચૂંટણીનું મત ગણતરી કરવામાં આવી. શહેરમાં અલગ અલગ 6 જગ્યાએ મતગણતરી કરવામાં આવી. વોર્ડ નં.4, 5, 6 નંબરની મત ગણતરી ચૌધરી હાઇસ્કૂલમાં કરવામાં આવી. ચૌધરી હાઇસ્કૂલ ખાતે આ વર્ષે LED સ્ક્રિન પર પરિણામ આપવાના બદલે લગ્ન જેવા મંડપો બાંધવામાં આવ્યા છે અને સ્પીકરમાં બોલીને લોકો સુધી પરિણઆમ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ખોબા જેવડા રાજકોટમાં 6-6 જગ્યા પર મતગણતરી રાખતા પોલીસ અને વહીવટી તંત્ર સહિત તમામ અધિકારીઓ-કર્મચારીઓ મૂંઝવણમાં મૂકાયા છે.

રાજકોટમાં ભાજપમાં 24 બેઠક પર અને 4 બેઠક પર કોંગ્રેસ તથા એક બેઠક પર આપ આગળ છે. આ ઉપરાંત વોર્ડ નં.1,4,7,10 અને 13 સહિત ભાજપની આખે આખી પેનલનો વિજય થયો છે. જીતતા ફટાકડા ફોડી જશ્ન મનાવવામાં આવ્યો છે. કોંગ્રેસનો ફરી કડૂચલો થયો છે. રાજકોટમાં ભાજપે વિજય સરઘસ યોજી જશ્ન મનાવી રહ્યું છે.

ભાજપ આગળ કોંગ્રેસનું ક્યાંય નામો નિશાન પણ નથી.

 

Related posts

बिजली दरों में गुजरात के 2 लाख किसानों को 77 करोड़ की राहत, CM ने किया ऐलान

Rajkotlive News

गुजरात के आदिवासियों ने ट्रंप से की मोदी सरकार के फैसले में हस्तक्षेप की मांग

Rajkotlive News

गुजरात : लोकडाउन के बीच सूरत में करवाया जा रहा था काम, मजदूरों ने किया हंगामा

Rajkotlive News