Special

અર્થશાસ્ત્રમાં નોબેલ પારિતોષિક મેળવનાર અભિજીત બેનર્જી.

અભિજીત બેનરજી મૂળભૂત રીતે ભારતના પશ્ચિમ બંગાળમાં રહેનારા છે. તેમનો જન્મ 21 ફેબ્રુઆરી, 1961ના રોજ મુંબઈમાં થયો હતો. તેમના પિતાજી અને માતાજી બંને અર્થશાસ્ત્રીના પ્રોફેસર છે. અભિજીત બેનરજીએ પોતાનો અભ્યાસ કોલકાતાની સાઉથ પોઈન્ટ સ્કૂલ અને પ્રેસિડન્સી કોલેજમાંથી કરી છે. પ્રેસિડન્સી કોલેજમાંથી તેમણે ઈકોનોમિક્સની ડિગ્રી લીધી હતી. ત્યાર પછી તેમણે વર્ષ 1983માં દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં માસ્ટર્સ કર્યું અને પીએચડી કરવા માટે હાર્વર્ડ યુનિવર્સિટીમાં ગયા હતા.

ભારતીય મૂળના અમેરિકી અર્થશાસ્ત્રી અભિજીત બેનરજીને નોબેલ પ્રાઇઝ આપવાની જાહેરાત થઇ છે. 2019નું આ નોબેલ પ્રાઇઝ અભિજીત બેનરજીને અર્થશાસ્ત્રી એસ્થર ડફૂલો અને મિસાઇલ ક્રેમર સાથે સંયુકત રીતે આપવામાં આવશે. નોબલના સહ ભાગીદાર અર્થશાસ્ત્રી એસ્થર ડફૂલો અભિજીત બેનરજીના પત્ની છે. તેઓ અર્થશાસ્ત્રમાં નોબેલ મેળવનારી માત્ર બીજી મહિલા છે. અગાઉ ઇન્ડિયાના યૂનિવર્સિટીની પ્રોફેસર એલિનોર ઓસ્ટાર્મને ૨૦૦૯માં અર્થશાસ્ત્રનું નોબેલ પ્રાઇઝ મળ્યું હતું.

ત્રણ અર્થશાસ્ત્રીઓને સંયુકત રીતે નોબેલ પ્રાઇઝ આપવાની જાહેરાત કરતા નોબેલ કમિટીએ જણાવ્યું કે આઅર્થશાસ્ત્રીઓએ વૈશ્વિક ગરીબીને દૂર કરવા માટે પ્રાયોગિક રસ્તો અપનાવવા માટેના સંશોધન બદલ નોબલ આપવામાં આવશે. વૈશ્વિક ગરીબી સામે લડવા માટે આ અર્થશાસ્ત્રીઓએ ખૂબજ મહેનત કરી છે. નોબેલ પુરસ્કાર સાથે આપવામાં આવતા નાણા ત્રણેય અર્થશાસ્ત્રીઓને સરખા ભાગે વહેંચવામાં આવશે. ભારતીય મૂળના અભિજીત બેનરજી અને એસ્થર ડફૂલો અમેરિકામાં કેમ્બ્રિજની મેસાચ્યૂસેટ્સ ઇન્સ્ટીટયૂટ ઓફ ટેકનોલોજીમાં પ્રોફેસર છે જયારે અર્થશાસ્ત્રી મિસાએલ ક્રેમર હાર્વડ યૂનિવર્સિટીમાં પ્રોફેસર છે.

અર્થશાસ્ત્રના સર્વોચ્ચ નોબેલ પારિતોષિક માટે ભારતીય મૂળના અમેરિકીનું નામ જોડાયેલું હોવાથી તેમના વિશે જાણવામાં લોકોમાં ઉત્સુકતા જોવા મળે છે. નોબેલ વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનરજીનો જન્મ ૨૧ ફેબુ્આરી ૧૯૬૧માં મુંબઇમાં થયો હતો.કોલકાતા યૂનિવર્સિટીમાં ઇસ ૧૯૮૧માં બીએસસી કર્યા પછી અભિજીત બેનર્જીએ ઇસ ૧૯૮૩માં જવાહરલાલ નેહરુ યૂનિવર્સિટીમાં ૧૯૮૧માં એમ એ નો અભ્યાસ કર્યો હતો.૧૯૮૮માં તેમણે હાર્વડ યૂનિવર્સિટીમાં પીએચડી માટે એડમિશન લીધું હતું. અભિજીતના પ્રથમ લગ્ન એમઆઇટીની પ્રોફેસર અરુંધતી બેનરજી સાથે થયા હતા. ૧૯૯૧માં લગ્ન વિચ્છેદ થયા પછી ૨૦૧૫માં એસ્થર ડફૂલો સાથે લગ્ન કર્યા હતા.૧૯૭૨માં જન્મેલી એસ્થર સૌથી નાની વયે નોબેલ પ્રાઇઝ મેળવનારી પ્રથમ મહિલા બની છે.

એવું માનવામાં આવે છે કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં કોગ્રેસે ન્યાય યોજનાની વાત કરી હતી. આ ન્યાય યોજના અંગે આંતરરાષ્ટ્રીય ખ્યાતીપ્રાપ્ત અર્થશાસ્ત્રીઓમાં અભિજીત બેનરજીની પણ સલાહ લીધી હતી. આ અર્થશાસ્ત્રી છેલ્લા બે દાયકાથી વિશ્વમાં ૭૦ કરોડથી વધુ ગરીબોનું જીવન સુધરે તે માટે પ્રયત્નશીલ છે. ભારતમાં અભિજીત બેનરજીના એક અધ્યનનના આધારે જ ભારતમાં વિકલાંગ બાળકોના સ્કૂલ શિક્ષણમાં સુધારણા લાવવામાં આવ્યા હતા. આનાથી અંદાજે ૫૦ લાખ બાળકોને ફાયદો થયો હતો. ૨૧ વર્ષ પછી કોઇ ભારતીયને અર્થશાસ્ત્રનું નોબેલ પ્રાઇઝ મળ્યું છે. છેલ્લે ૧૯૯૮માં અમર્ત્ય સેનને કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર માટે નોબેલ પ્રાઇઝ મળ્યું હતું.

આ સાથે અભિજીત નોબેલ પ્રાઇઝ મેળવનારા 10 માં ભારતીય અથવા તો ભારતીય મૂળના છે. અગાઉ રવિન્દ્રનાથ ટાગોર (૧૯૧૩) ચંદ્રશેખર વેંકટ રમણ (૧૯૩૦) હરગોવિંદ ખુરાના (૧૯૬૮) મધર ટેરેસા (૧૯૭૯) સુબ્રહ્નમ્ણ્યમ ચંદ્રશેખર (૧૯૮૩) અમર્ત્યસેન (૧૯૯૮) વી એસ નાયપોલ (2001) વેંકટ રામાકૃષ્ણન ( ૨૦૦૯) કૈલાશ સત્યાર્થી (૨૦૧૪)નો સમાવેશ થાય છે.

 

 

 

Tags :

Related posts

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બન્યાં ગુજરાતના મહેમાન સિક્યુરિટી ગાર્ડ ખડેપગે:

Rajkotlive News

ગુજરાતી શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ “હેલ્લારોને “

Rajkotlive News

આજે ગુડી પડવો : ભગવાન રામ અને યુધિષ્ઠિર સાથે જોડાયેલી છે કથા આવો જાણીએ મહાત્મ્ય.

Rajkotlive News