Special

આપણી ભાષા આપણું ગૌરવ : વિશ્વ માતૃભાષા દિવસની શુભેરછાઓ.

માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વ કક્ષાએ પ્રતિ વર્ષે ૨૧મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે

આજે વિશ્વ માતૃભાષા દિવસ છે.

આજના આ પાવન દિવસ પર સૌપ્રથમ સંયુક્ત રાષ્ટ્ર સંઘનો આભાર માનવો રહ્યો કે જેમણે દરેક સંસ્કૃતિના માણસોને પોતાના મૂળ સાથે જોડવા માટે આ દિવસ ઉજવવાનું આયોજન કર્યું છે.આપણે જન્મ દિવસ ઉજવીએ છીએ તો ..વિશ્વ ગુજરાતી ભાષા દિવસ કેમ નહિ ..૧૯૯૯ નવેમ્બરમાં યુનેસ્કોએ માતૃભાષા ઉજવવાનું નક્કી કર્યું. જે ફેબ્રુઆરી, ૨૦૦૦થી દર વર્ષે મનાવવામાં આવે છે. જે પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવું. દુનિયાની ૭૦૦૦થી પણ વધુ ભાષામાંથી અડધી ખલાસ થવાની તૈયારીમાં છે , દુનિયાની વિવિધ સંસ્કૃતિ ધરાવતા લોકો વચ્ચે સંવાદ અને સંપર્ક સાધવા તથા તેમને સમજવા માટે. દરેક સમાજની મૂર્ત કે અમૂર્ત ધરોહરને જીવંત રાખવા માટેનું સક્ષણ સાધન જો કોઈ હોય તો તે માતૃભાષા છે.

એકવીસમી ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ એ હકીકતમાં માતૃભાષા માટે આંદોલન દિવસ છે.

પરંતુ હું તો અને ઉજવણી નો દિવસ કહીશ

કારણ ભાષા એ અભિવ્યક્તિ નું માધ્યમ છે. મારી માતૃભાષા માં હું મારા વિચારો અને મારી જાત ને વધુ સારી રીતે સ્પષ્ટ કરી શકું છું.

મા, માતૃભાષા અને માતૃભૂમિનો અન્ય કોઇ વિકલ્પ નથી!

ઇંગ્લીશને ભાંડવાથી આપણી ભાષા જીવી નહીં જાય તેના માટે આવું કામ થવું જોઇએ, જે ડગલાનો ધ્યેય છે.

ગુજરાતી ભાષાના ઉદભવની વાત કરીએ તો મુળભુત ગ્રેટર ઈન્ડો યુરોપીયન ભાષાઓના પરીવારને ઈન્ડો આર્યન શ્રેણીમાંથી કારક્રમે ગુજરાતી ભાષાનો ઉદભવ થયો હોવાનું માનવામાં આવે છે. ઈ.સ.૧૧૦૦ થી ૧૫૦૦ વચ્ચેના સમયમાં રાજસ્થાન તરફથી અપભ્રમશ થતા જુની ગુજરાતી ભાષાનું નિર્માણ થયું હતું. ત્યારબાદ સુધારા સાથે આજની ગુજરાતી ભાષા અસ્તિત્વમાં આવી છે. ગુજરાતી શબ્દોનો સૌથી પહેલો ઉપયોગ કવિ પ્રેમાનંદે ઈ.સ.૧૬૦૦-૧૭૦૦માં તેમના સાહિત્યમાં કર્યો હોવાનું માનવામાં આવે છે. ઈતિહાસકારોના મત મુજબ ગુજરાતી ભાષાનું નામ ઈ.સ.૭૦૦ આસપાસ આપવામાં આવ્યું હતું.

 

ગુજરાતી ભાષાને ત્રણ તબકકામાં વેંચવામાં આવી છે. પ્રથમ ૧૦ થી ૧૪ની સદી વચ્ચેની ભાષા જુની ગુજરાતી એટલે કે ગુર્જર અપભ્રસ ભાષાનો વ્યુહ માનવામાં આવે છે. દ્વિતીય ૧૪ થી ૧૭મી સદી મધ્યકાલીન ગુજરાતી તરીકે ઓળખવામાં આવે છે. તૃતીય ૧૭મી સદીથી આજસુધી અપભ્રસ આજસુધી અર્વાચીન ગુજરાતીનો સમય માનવામાં આવે છે. ભારતમાં બંધારણ માન્ય ૨૨ ભાષા છે પરંતુ સમગ્ર દેશમાં ૨ હજારથી વધુ બોલી બોલાય છે.

માતૃભાષાને લુપ્ત થતી જતી બચાવવાનો સમય હવે આવી ગયો છે. માતૃભાષાએ તો આપણી પોતીકી અણમોલ જણસ છે અને આમ ખોવાતી, લુંટાતી આપણાથી ન જોવાય. માતૃભાષા આપણે સાદ કરી રહી છે. માતૃભાષા જીવનનું અમૃત અને જીવનનો ધબકાર છે. આ કામને વહેલામાં વહેલી તકે માથે ઉપાડી લેવું આ આપણા સૌની જવાબદારી છે. કેટલાય બાળ દેવતાઓ વિદેશી ભાષામાં શિક્ષણ આપવાની ઘેલછામાં ઘેલછામાં માતૃભાષાના અમુલ્ય વારસાથી અળગા થઈ રહ્યા છે તો આ માતૃભાષાનો સૌએ એક સંકલ્પ કરવો જોઈએ.

‘વાંચે ગુજરાત’ માણે ગુજરાત ,અનુભવે ગુજરાત,પામે ગુજરાત માતૃભાષા દ્વારા આ અભિયાન આપણા સૌનો છે.

ડગલાના દેરક કાર્યક્રમમાં આપ સર્વેની હાજરી સાક્ષી પૂરે છે કે આપ માતૃભાષાને ચાહો છો ..ભાઈ આપણાં બ્લોગ અને ડગલાનો નો હેતુ પણ આપણી માતૃભાષા છે ..આપણે બધા જોડાયા છે આટલે દુર આપણી માતૃ ભાષા ને કારણે જ તો ..કહેવાય છે કે, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ..પરંતુ, જ્યાં ન પહોંચે કવિ, ત્યાં પહોંચે ગુજરાતી.અને એટલે જ.. હા, આજના ‘વિશ્વ માતૃભાષા દિવસે’ આપ સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!!

લગભગ તમામ દેશોમાં ગુજરાતી પરિવારો વસે છે. આપણા માટે ગર્વની વાત એ છે કે, માત્ર પૃથ્વી પર જ નહીં પરંતુ, અંતરિક્ષમાં પણ ગુજરાતી મૂળનાં લોકો પહોંચી ગયા છે. આપણાં ગુજરાતી કવિ એ પોતાની સુંદર કાવ્ય રચનામાં ઉલ્લેખ કર્યો છે કે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત..જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત..!! હા મિત્રો તો ચાલો આજના આ શુભ દિને આપણે માતૃભાષાની વંદના કરીએ છીએ,

“વિશ્વ માતૃભાષા દિવસ”ની શુભેચ્છાઓ સાથે ગુજરાતી ભાષાનું ગૌરવ દર્શાવતી શ્રી ઉમાશંકર જોષીની આ અમર રચના

જે જન્મતાં આશિષ હેમચન્દ્રની

પામી, વિરાગી જિનસાધુઓએ

જેનાં હિંચોળ્યા મમતાથી પારણાં,

રસપ્રભા ભાલણથી લહી જે

નાચી અભંગે નરસિંહ-મીરાં-

અખા તણે નાદ ચડી ઉમંગે

આયુષ્મતી લાડલી પ્રેમભટ્ટની

દ્રઢાય ગોવર્ધનથી બની જે,

અર્ચેલ કાન્તે, દલપત પુત્રે

તે ગુર્જરી ધન્ય બની ઋતંભરા

 

ગાંધીમુખે વિશ્વમાંગલ્યધાત્રી

– ઉમાશંકર જોષી (૧૯૧૧ – ૧૯૮૮)-

Related posts

નાસાનું મંગળ મિશન અમેરિકન સ્પેસ એજન્સી નાસા હવે પરમાણુ ઉર્જાથી સંચાલિત રોકેટ બનાવવાની યોજના પર કામ કરી રહ્યું છે

Rajkotlive News

प्राइवेट स्कूलों से मोहभंग, 100 साल पुरानी सरकारी स्कूल में बच्चों के प्रवेश के लिए अभिभावकों ने लगाई लाइन

Rajkotlive News

ઉનાળામાં દહી ખાવાથી થશે અઢળક ફાયદાઓ – ગરમીથી અદભૂત રાહત આપશે દહીનું સેવન.

Rajkotlive News