Gujarat India Saurashtra ValentineDay World

💖 વેલેન્ટાઈન કોણ❓💖 આવી નવી વ્યાખ્યાઓ.. સોશિયલ મીડિયામાં ખૂબ થયું વાયરલ…

💖 વેલેન્ટાઈન કોણ❓💖
આવી નવી વ્યાખ્યાઓ.. સોશિયલ મીડિયામાં ખૂબ થયું વાયરલ…
____________________

💖ચહેરા પર કરડાકી લાવી
ખર્ચા ઓછા કર
તારા બાપને પૈસા ઝાડ પર નથી ઊગતા… એમ કહી
પ્રેમ થી જાણબહાર પાંચસો ની નોટ તમારા પર્સ માં સરકાવે એ બાપ છે વેલેન્ટાઈન…❗

💖બહારગામ નોકરી કરતો દિકરો રજા પર આવે
ત્યારે અરેરે કેટલો સુકાઈ ગયો છે એમ વિચારી
રોજ નિતનવા ભાવતા ભોજન બનાવે
અને જતી વખતે અઢળક નાસ્તા ના ડબ્બા ભરી દે
તો એ માં છે વેલેન્ટાઈન…❗

💖ઢળતી ઉંમરે પપ્પા રીટાયર થાય..
અને તેમના ખભા પર મિત્ર ની જેમ હાથ મુકી
દિકરો કહે શું કામ ટેન્શન કરો છો યાર???
હું બેઠો છું ને હવે
અને એને ખરા અર્થમાં નિભાવી જાણે
તો એ દિકરો છે વેલેન્ટાઈન…❗

💖ભાઈ થી કોઈ ભુલ થાય અને પપ્પા મારવા લે
ત્યારે ઢાલ બની ઊભી રહે
કે કોઈ વખત ચાલતા ઠેસ વાગે
અને હાથ પકડી ને પુછે ભાઈ વાગ્યું તો નથી ને?
તો એ બેન છે વેલેન્ટાઈન…❗

💖પરીક્ષા નું નબળું રીઝલ્ટ આવે અને ત્યારે ધમકાવે
કદાચ એક હળવી ટપલી પણ મારે
પણ ત્યારબાદ તરત નવરાત્રિ આવતા
ભાભી ને પૈસા આપી કહે..
આને બે ત્રણ નવી ચણિયાચોળી લઈ આપજે
તો એ ભાઈ છે વેલેન્ટાઈન…❗

💖ગંભીર બિમારી માં એમ્બ્યુલન્સ પહેલા
હોસ્પિટલ પહોંચે અને માથે હાથ ફેરવી કહે
તું કોઈ જાત ની ચિંતા ના કરતો અમે છીએ ને?
એમ કહી રાત રાત ભર જાગી ઉજાગરા કરે
તો એ મોટા ભાઈઓ છે વેલેન્ટાઈન…❗

💖પરણવા ની ઊંમર થતા..
છોકરી જોવા નું ચાલું થાય
ત્યારે એય હિરો.. તને કોઈ બીજી ગમતી હોય તો કહેજે
ઘર માં અને પપ્પા મમ્મી પાસે આપણું ખુબ ચાલે છે
સેટીંગ કરાવી આપીશ
તો એ ભાભી છે વેલેન્ટાઈન…❗

💖પોતે અને ભાઈ બંને થાકી ને ઘરે આવે છે
પણ તેમ છતાંયે મોટા ભાઈ વધારે થાકી ગયા હશે
એમ વિચારી પોતાના શયનખંડ મા જતા પહેલા
ભાઈ ના પગ દબાવી સુવે
તો એ નાનો ભાઈ છે વેલેન્ટાઈન…❗

💖સાસુ સસરા જતી ઉંમરે પણ ખાવા ના શૌકીન છે
વળી પપ્પા ને ડાયાબીટીસ પણ છે..
તેમ વિચારી સાસુ ને રોજ ભાત ભાત
નાસ્તા બનાવી આપે અને પપ્પા માટે
સુગફીરી ની મિઠાઇ બનાવે કે વળી
આઇસ્ક્રીમ લઈ આવે તો વહુ છે વેલેન્ટાઈન…❗

💖પપ્પા થાકી ને ઘરે આવે અને પાણી નો ગ્લાસ ધરે
અને કોઈ વાર તેલ માલીશ ચંપી કરી દે અથવા તો
સાસરે જતી અને ધુરસકે ધુરસકે રડતા
પપ્પા ને કહે તમે તમારી તબિયત નું ધ્યાન રાખજો
દવા ટાઈમસર લેજો અને ગુટકા ખાસો નહીં
તો એ દિકરી છે વેલેન્ટાઈન…❗

💖તારા એ બધા મારા જ છે ને.. એમ કહી..
સાસુ સસરા ને અને સાળા સાળી ને
પોતાના ઘર ના જેટલું જ માન આપે..
અને સારા નરસા પ્રસંગે દિકરા ની જેમ
ખભાઓ ધરીને ઊભો રહે
તો જમાઈ છે વેલેન્ટાઈન…❗

💖મિત્ર ના હસતા ચહેરા ની પાછળ
કંઈક ગમગીની છવાયેલી છે
એ પારખી ને..
ચલ દોસ્ત કટીંગ ચા પીવરાવને
અને એ કટીંગ ચા ના બદલા માં
તમારા મન પર ના હજાર મણ બોજા ને રૂ જેવો હળવો બનાવી દે
તો એ મિત્ર છે વેલેન્ટાઈન…❗

💖શારીરિક, માનસિક અને આથિૅક વિપદા પડે
ત્યારે તમે શું કામ ચિંતા કરો છો? હું છું ને સાથે?
એમ કહી તમારી ભિંસ મા ભાગીદાર બને
તો એ પત્ની છે વેલેન્ટાઈન…❗

અને આખરે

🇮🇳💖દેશ અને મા ભોમ ની રક્ષા કાજે
સર્વિસ બિફોર સેલ્ફ ની ભાવના ને
ખરા અર્થમાં સાર્થક કરતા..
દુશ્મનો અને આતંકવાદી ની ગોળી થી
શહિદી વહોરી લે તો એ આપણો
ફૌજી ભાઈ છે આપડો ખરો વેલેન્ટાઈન…❗
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Related posts

चीन मामले में कांग्रेस नेता मिलिंद देवड़ा ने अपनी ही पार्टी को घेरा, दिया ये बयान

Rajkotlive News

बाइक में आग से छुट्टियां बिताकर बॉर्डर जा रहे आर्मी जवान और उसके जीजा की मौत

Rajkotlive News

નોર્વેમાં કોરોના વેક્સિનેશન પછી 13 લોકોનાં મોત, ફાઇઝર કંપની સામે સવાલ ઊભા થયા

Rajkotlive News