Politics Uncategorized

દેશને ચાર લોકો ચલાવે છે, અમે બે અને અમારા બે : રાહુલ ગાંધી

“વડા પ્રધાન કહે છે કે મે ખેડૂતોને વિકલ્પ આપ્યા છે, ત્રણ વિકલ્પ આપ્યા છે. પહેલો વિકલ્પ ભૂખ, બીજો વિકલ્પ બેરોજગારી અને ત્રીજો વિકલ્પ આત્મહત્યા.”. લોકસભામાં રાહુલ ગાંધી

રાહુલે કહ્યું- આજે 4 લોકો દેશને ચલાવે છે, અમેબે અને અમારા બે, નામ સૌ જાણે છે
નોટબંધી અંગે રાહુલે કહ્યું- ત્યારે તે હેતુ હતો કે નોટ નિકાળો અને અમે બે અમારા બે ના ખિસ્સામાં નાંખો
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી લોકસભામાં કૃષિ કાયદા મુદ્દે સંબોધન કર્યું હતું. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે લોકસભામાં બજેટ પર ચર્ચા દરમિયાન ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ સાથે જ નામ લીધા વિના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ પર પણ કટાક્ષ કર્યો હતો. રાહુલે કહ્યું કે ચાર લોકો દેશ ચલાવી રહ્યા છે, તેમનો સૂત્ર છે – અમે બે અમારા બે. રાહુલે ખેડૂતોના મુદ્દે મોદી પર નિશાન સાધતા કહ્યું, ‘વડાપ્રધાન કહે છે કે તેમણે વિકલ્પ આપ્યા છે, પરંતુ તેમનો પહેલો વિકલ્પ ભૂખ, બીજો બેરોજગારી અને ત્રીજો આત્મહત્યા છે.
રાહુલે કૃષિ કાયદાઓ પર વધુમાં કહ્યું કે, ‘પહેલા કાયદાનું કન્ટેન્ટએ છે કે કોઈ પણ વ્યક્તિ દેશમાં ગમે ત્યાં કેટલું પણ અનાજ, શાકભાજી, ફળોને ખરીદી શકે છે. જો દેશમાં ખરીદી અમર્યાદિત હશે, તો પછી માર્કેટમાં કોણ જશે? પ્રથમ કાયદાનું કન્ટેન્ટ બજારને નાબૂદ કરવાનો છે. બીજા કાયદાનું કન્ટેન્ટ તે છે કે મોટા ઉદ્યોગપતિઓ અનાજ, ફળો, શાકભાજી સ્ટોક કરી શકે છે, આ માટેની કોઈ મર્યાદા નથી.’
રાહુલે કહ્યું- નવા કાયદા દ્વારા ખેડૂતોને કોર્ટમાં જતાં અટકાવવામાં આવશે
રાહુલે કહ્યું કે ‘ત્રીજા કાયદાનું કન્ટેન્ટ એ છે કે ખેડૂત જ્યારે ઉદ્યોગપતિઓની સામે જઈને તેમની પેદાશ માટેના પૈસાની માંગણી કરે છે ત્યારે ખેડૂતોને કોર્ટમાં નહીં જવા દેવામાં આવે. વર્ષો પહેલાં, ફેમિલી પ્લાનિંગમાં એક સૂત્ર હતું- અમે બે અમારા બે. આજે શું થઈ રહ્યું છે, જે રીતે કોરોના બીજા સ્વરૂપમાં આવે છે, તેવી જ રીતે આ પણ એક નવા સ્વરૂપમાં આવી રહ્યું છે. હવે 4 લોકો દેશને ચલાવી રહ્યા છે, તેમનું સૂત્ર છે અમે બે અમારા બે. ગૃહમાં કોઈએ આ 4 લોકોના નામ જણાવવા માટે કહ્યું તો રાહુલે કહ્યું કે નામ સૌ જાણે છે.
‘પ્રથમ વખત ખેડુતોને ભૂખથી મરવું પડશે’
રાહુલે કહ્યું, ‘અમે બે અને અમારા બે આ દેશને ચલાવીશું. પ્રથમ વખત, ભારતના ખેડુતોને ભૂખથી મરવું પડશે. આ દેશ રોજગાર પેદા કરી શકશે નહીં. આ પહેલો પ્રયાસ નથી. વડાપ્રધાને આ કામ હમ દો હમારે દો માટે પહેલા નોટબંધીમાં શરૂ કર્યું હતું. પહેલી ઈજા નોટબંધી હતી. પછી તે ઉદ્દેશ હતો કે નોટ નિકાળો અને અમે બે અમારા બે ના ખિસ્સામાં મૂકી દો.’
‘તમે ખેડુતો અને મજૂરોની કરોડરજ્જુ તોડી નાખી’
કોંગ્રેસ નેતાએ કહ્યું, ‘લોકડાઉન દરમિયાન જ્યારે ગરીબોએ બસ અને ટ્રેનની ટિકિટ માંગી ત્યારે ના પાડી દીધી. તેમને કહ્યું કે તમે પગપાળા ઘરે ચાલ્યા જાઓ. (બજેટ પર બોલવાની માંગ પર) હું બજેટ પર પણ બોલીશ, હું હમણાં ફાઉંડેશન બનાવી રહ્યો છું. પહેલા નોટબંધ, પછી જીએસટી અને પછી કોરોનાના સમયમાં તે જ 8-10 લોકોનું દેવું માફ કરી દીધું. ભારતમાં રોજગારની પણ વ્યવસ્થા છે. નાના અને મધ્યમ ઉદ્યોગો ખાતાં થયા. આજે નહીં, કાલે પણ આ દેશ રોજગારી ઉભી કરી શકશે નહીં, કેમ કે તમે ખેડૂત, મજૂર અને નાના વેપારની કરોડરજ્જુ તોડી નાખી છે.
‘કાયદા પરત લેવા જ પડશે’
રાહુલે કહ્યું કે આ કોઈ ખેડૂત આંદોલન નથી. આ દેશનું આંદોલન છે. ખેડૂત ફક્ત રસ્તો બતાવી રહ્યા છે અને તે અંધારામાં ટોર્ચ બતાવી રહ્યા છે. એક અવાજ આખા દેશમાં અમે બે -અમારા બે સામે ઉભો થવા જઈ રહ્યો છે.આપ તે લખી લો. તમને લાગે છે કે ભારતના ગરીબ, મજૂર, ખેડૂતને હટાવી લેશો, પરંતુ તેઓ એક ઇંચ પણ પાછળ નહીં હાથે. તે તમારે જ હટવું પડશે. તમારે કાયદાને પરત લેવા જ પડશે.
રાહુલના ભાષણ પર હોબાળો, સ્પીકરે રાહુલને ટોકયા
રાહુલના ભાષણની શરૂઆતથી જ શાસક પક્ષે હોબાળો મચાવ્યો હતો. તેમના ભાષણ દરમિયાન અનેક વાર નારેબાજી થઈ હતી. પાછળથી અવાજો આવ્યા જે આ કોંગ્રેસની બેઠક નથી. સ્પીકરે પણ રાહુલને ઘણી વખત ટોકતાં કહ્યું હતું કે તમે બજેટની ચર્ચા કરો, પરંતુ રાહુલ ખેડૂતોના મુદ્દે બોલતા રહ્યા.
‘હું બજેટ પર નહીં, માત્ર ખેડૂતો મુદ્દે બોલીશ’
ભાષણના અંતે રાહુલ બજેટ પર આવ્યા હતા પરંતુ વાત તો ખેડૂતોની જ કરી હતી. તેમણે કહ્યું, ‘હવે વાત કરીએ બજેટનિ. સરકારે ત્યારે કહ્યું કે, ખેડૂતોના પ્રશ્નો અંગે ચર્ચા નહીં થાય. હું બજેટ પર નહીં બોલું, માત્ર ખેડૂતોના મુદ્દા પર જ બોલીશ અને પછી હું મૌન રહીશ. જે ખેડૂત શહીદ થયા, તેને આ લોકોએ શ્રદ્ધાંજલિ આપી ન હતી. હું મારા ભાષણ પછી તે શહીદો માટે મૌન રહીશ.’
સ્પીકરે કહ્યું- આ વર્તન ગૃહ માટે ગરિમાભર્યું નથી
રાહુલનું ભાષણ સમાપ્ત થયા પછી સ્પીકરે કહ્યું, ‘આ ગૃહને ચલાવવાની જવાબદારી મને સોંપવામાં આવી છે. કેટલાક કહેશે કે હું ઉત્તરાખંડના લોકોને શ્રદ્ધાંજલિ આપીશ, કોઈ કહેશે કે સરહદ પર જીવ ગુમાવનારાઓને હું શ્રદ્ધાંજલિ આપીશ. આ જવાબદારી મને આપી છે. આ પ્રકારનું વર્તન ગૃહ માટે ગરિમાભર્યું નથી. હું વિનંતી કરીશ કે અમને ગૃહના સંચાલનની જવાબદારી સોંપવામાં આવી છે અને જો આપનો કોઈ વિષય હોય તો તે મને મોકલો.’

 


 

Related posts

गुजरात में कोरोना वायरस के लिए कांग्रेस ने ‘नमस्ते ट्रंप’ कार्यक्रम को ठहराया जिम्मेदार

Rajkotlive News

रुपाणी सरकार के खिलाफ पूर्व विधायकों ने खोला मोर्चा, पेंशन-भत्ते की मांग को लेकर करेंगे आंदोलन

Rajkotlive News

सुप्रीम कोर्ट में याचिका डाल कहा- लॉकडाउन के उल्लंघन पर IPC के सेक्शन 188 के तहत दर्ज नहीं हो केस.

Rajkotlive News