રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 14 હજાર 800ને પાર, 361 દર્દી સારવાર હેઠળ
રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 14 હજારને પાર પહોંચી છે. અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 14 હજાર 899 પર પહોંચી છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 361 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં શુક્રવારે 60 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જ્યારે કોરોનાથી અત્યાર સુધીમાં 146 લોકોના મોત થયા હોવાનું તંત્રના ચોપડે નોંધાયું છે.
રાજકોટમાં કોવિડના 2300થી વધુ બેડ ખાલી
શુક્રવારે શહેરમાંથી 36 અને ગ્રામ્ય વિસ્તારના 15 સહિત કુલ 51 નવા કેસ આવ્યા હતાં. જ્યારે એક્ટિવ કેસ 529 પર છે અને કુલ કેસની સંખ્યા 21590 થઈ છે. જ્યારે રાજકોટમાં 2300થી વધુ કોવિડ બેડ ખાલી હોવાનું તંત્રના ચોપડે નોંધાયું છે.