Business World

હોન્ડુરાસમાં સારા જીવનની શોધમાં 3000થી વધુ લોકોનું US તરફ પગપાળા પ્રયાણ

હોન્ડુરાસમાં સારા જીવનની શોધમાં 3000થી વધુ લોકોનું US તરફ પગપાળા પ્રયાણ

આશરે 99 લાખની વસતી ધરાવતા મધ્ય અમેરિકી દેશ હોન્ડુરાસમાં ગરીબી, બેરોજગારી, હિંસા અને ડ્રગ્સ માફિયાનો આતંક છે. અહીં અવારનવાર વાવાઝોડાં પણ ત્રાટકતાં રહે છે. કુદરતી આપત્તિઓને લીધે હોન્ડુરાસની અડધી વસતી સામે ભૂખમરાની સ્થિતિ સર્જાઈ છે. આ બધી પરેશાનીઓથી મુક્તિ મેળવવા 3000 લોકોનો કાફલો બહેતર જીવન અને રોજગારની શોધમાં અમેરિકા તરફ પગપાળા નીકળી પડ્યા છે. કાફલામાં બાળકો સહિત અનેક વૃદ્ધો સામેલ છે. તેઓ મેક્સિકો અને અલ સલ્વાડૉર સહિત 4 દેશ ઓળંગી અમેરિકા પહોંચશે. 2600 કિ.મી.ની સફર પૂરું કરવામાં 4 મહિનાનો સમય લાગશે. હોન્ડુરાસમાં ગત 4 મહિનામાં 10થી વધુ વાવાઝોડાં ત્રાટકી ચૂક્યાં છે. હજારો ઘર નાશ પામ્યાં છે. ખેતી અસંભવ થઇ ગઈ છે એટલા માટે લોકો 3 વર્ષથી હોન્ડુરાસથી પલાયન કરી રહ્યાં છે.

Related posts

KPOP फैंस और TIKTOK यूजर्स ने कर दिया ‘खेल’, फेल हो गई ट्रंप की पहली रैली

Rajkotlive News

‘वुहान डायरी’ में चीन की गलतियों का कच्चा चिट्ठा, लेखिका को दी जान से मारने की धमकी

Rajkotlive News

65 લાખના ક્રોકોડાઇલ હર્મીજ બેગ સાથે વ્હાઇટ હાઉસમાંથી મેલાનિયાએ વિદાય લીધી; ટ્રમ્પ સાથે ડિવોર્સ લેવાની પણ અટકળો

Rajkotlive News