Coronavirus (Covid) Rajkot Saurashtra

શહેરના 16,500 સહિત કુલ 77 હજાર ડોઝનું ફૂલહાર, સંગીતના સથવારે સ્વાગત, સંભવતઃ શનિવારે પ્રથમ રસી અપાશે

શહેરના 16,500 સહિત કુલ 77 હજાર ડોઝનું ફૂલહાર, સંગીતના સથવારે સ્વાગત, સંભવતઃ શનિવારે પ્રથમ રસી અપાશે

કોરોના વેક્સિનનો 77,000નો ડોઝ રાજકોટ આવી પહોંચ્યો છે. કૃષિમંત્રી ફળદુની હાજરીમાં ગીત-સંગીત, તાળીઓ અને ફૂલહારથી વેક્સિનનું સ્વાગત કરવામાં આવ્યું છે. સંભવતઃ શનિવારથી રાજકોટમાં પ્રથમ રસી આપવામાં આવશે. હાલમાં રીજનલ વેક્સિન સ્ટોર ખાતે વેક્સિનને સ્ટોરેજ કરવામાં આવશે. અહીં 20 લાખ વેક્સિનના જથ્થાના સ્ટોરેજની કેપેસિટી છે, સાથે જ જ્યાં વેક્સિન સ્ટોરેજ છે એ વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરાયો છે.

વેક્સિનનો જથ્થો રાજકોટ પહોંચ્યા બાદ હવે એને અલગ અલગ જિલ્લાને ફાળવી દેવાની કામગીરી હાથ ધરવામાં આવશે, જે માટે જે-તે જિલ્લા અને મનપાની ટીમ હાજર રહેશે અને રાજ્ય સરકારની સૂચના બાદ વેક્સિનની ફાળવણી કરવામાં આવશે. રાજકોટ ઉપરાંત જામનગર, મોરબી, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર ખાતે વેક્સિન મોકલવામાં આવશે.

Related posts

गुजरात : अश्लील मांग का विरोध करने पर विवाहिता की हत्या कर आरोपी ने खुद भी खाया झहर

Rajkotlive News

लोकडाउन के कारण नहीं मिला वाहन, 28 घंटे ठेला चलाकर पत्नी ने लाचार पति को पहुंचाया अस्पताल

Rajkotlive News

पूर्व मुख्यप्रधान केशुभाई पटेल बोले नरेन्द्र मोदीने मेरा आशीर्वाद लिया है

Rajkotlive News