Coronavirus (Covid) India World

કોરોના વિદેશમાં

કોરોના વિદેશમાં

વિશ્વમાં એક્ટિવ કેસ એટલે કે દર્દીઓની સંખ્યા જેમની સારવાર ચાલી રહી છે તે 2.10 કરોડથી વધુ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 7 કરોડ 61 લાખથી વધુ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. 5 કરોડ 34 લાખથી વધુ લોકો સાજા થઈ ચૂક્યા છે. અત્યારસુધીમાં 16 લાખ 84 હજારથી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. હવે 2 કરોડ 10 લાખ દર્દી એવા બચ્યાં છે જેમની સારવાર ચાલી રહી છે. જેમાંથી સૌથી વધુ અમેરિકાના 71 લાખ એક્ટિવ કેસ છે. ફ્રાંસના 22 લાખ, બ્રાઝીલના 7 લાખ એક્ટિવ દર્દીઓ છે. રિકવરીના મામલે ભારતની સ્થિતિ સારી છે. અહીં અત્યાર સુધીમાં 95.41% દર્દીઓ સ્વસ્થ થી ગયા છે. આ આંકડા www.worldometers.info/coronavirus વેબસાઈટ પ્રમાણે છે.

અમેરિકાએ ફાઈઝર પછી મોડર્નાની વેક્સિનને પણ મંજૂરી આપી દીધી છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને આ વેક્સિનને મંજૂરી આપતાં પહેલાં મોટા પાયે ઓર્ડર આપી દીધો હતો. ઈટાલી સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે તે આ વર્ષે ક્રિસમસ પર કોઈપણ પ્રકારની ઢીલ રાખશે નહીં, દેશમાં લોકડાઉન રહેશે.અમેરિકાના પ્રેસિડન્ટ ઈલેક્ટ જો બાઈડન અને તેમના પત્નીને સોમવારે ફાઈઝર વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવશે. બાઈડનના પ્રેસ સચિવે આ અંગે જાણકારી આપી. આગામી સપ્તાહે વાઈસ પ્રેસિડન્ટ ઈલેક્ટ કમલા હેરિસ અને તેમના પતિને પણ ફાઈઝરના ડોઝ આપવામાં આવશે.

Related posts

Nirbhaya Case: फांसी घर में जमीन पर लेट गए दोषी, पढ़ें आखिरी लम्हों की पूरी कहानी

Rajkotlive News

દુનિયામાં કોરોના

Rajkotlive News

*सीएम पद से हटते ही देवेंद्र फडणवीस को जेल!*

Rajkotlive News