Coronavirus (Covid) India Politics

2020ના વિશ્વના શ્રેષ્ઠ દેશોની યાદીમાં મલાવી સૌથી ઉપર, આ યાદીમાં એ દેશો છે કે જ્યાં મહામારી હોવા છતાં લોકશાહી જીવિત

2020ના વિશ્વના શ્રેષ્ઠ દેશોની યાદીમાં મલાવી સૌથી ઉપર, આ યાદીમાં એ દેશો છે કે જ્યાં મહામારી હોવા છતાં લોકશાહી જીવિત

કોરોના મહામારીનો દુનિયાના વિવિધ દેશો જુદી જુદી રીતે સામનો કરી રહ્યા છે. 2020માં અકુદરતી મૃત્યુ અને આર્થિક અસ્થિરતા ન્યૂ નોર્મલ છે. આ સ્થિતિમાં મોટા ભાગના દેશો ફસાઈ ગયા છે અને ત્યાં લોકતંત્ર પર વિપરિત અસર પડી છે. જોકે, કેટલાક દેશ એવા પણ છે જેમણે મહામારીનો સામનો કરવાની સાથે લોકતંત્ર પણ જીવિત રાખ્યું છે. ‘ધ ઈકોનોમિસ્ટ’એ 2020ના આવા કેટલાક દેશોની ‘કન્ટ્રી ઓફ ધ યર’ નામે યાદી બનાવી છે. યાદીમાં આફ્રિકન દેશ મલાવીને સર્વશ્રેષ્ઠ જાહેર કરાયો છે.

મલાવીને કેમ શ્રેષ્ઠ જાહેર કરાયો?
કોરોના મહામારીમાં આ દેશની વાત કરવી અત્યંત જરૂરી છે. અહીં મહામારીની શરૂઆતથી લઈને સપ્ટેમ્બર સુધી લોકતંત્ર અને માનવાધિકારો પ્રત્યે સન્માન રખાયું છે. આ ક્ષેત્રમાં વિશ્વના કુલ 80 દેશમાં મલાવીનો દેખાવ સૌથી ઉત્તમ છે. કોરોના મહામારી પહેલા અહીં પણ ઘણી રાજકીય ઉથલપાથલ થઈ હતી. જેમ કે, અહીં રાષ્ટ્રપતિનું મૃત્યુ થયું, જેને છુપાવાયું અને સારવારના બહાને મૃતદેહને દક્ષિણ આફ્રિકા લઈ જવાયો. આવું કરવાનું કારણ એ હતું કે, તેમના ભાઈ પીટર મુથારિકાને સત્તા હાંસલ કરવાનો સમય મળી જાય. જોકે, તેઓ નિષ્ફળ રહ્યા, પરંતુ બે વર્ષ બાદ ફરી ચૂંટાયા. ચૂંટણીમાં પણ ગરબડો થઈ. આમ છતાં, વિદેશી ઓબ્ઝર્વરોએ તેમને સ્વીકાર્યા, પરંતુ મલાવીમાં દેખાવો શરૂ થઈ ગયા. છેવટે બીજી એક ચૂંટણીમાં લોકોએ મુથારિકાને ફગાવીનેલાજારસ ચકવેરાને પસંદ કર્યા. મલાવી ગરીબ દેશ છે, પરંતુ અહીંના નાગરિકો સમજદાર છે એ બાબતમાં કોઈ શંકા નથી. અહીં લોકશાહી જીવતી રહી એટલે તેને ‘કંટ્રી ઓફ ધ યર’ પસંદ કરાયો છે.

Related posts

*मोदी की SPG सुरक्षा में 24 घंटे में खर्च होते हैं 1 करोड़ 62 लाख*

Rajkotlive News

गुजरात के राजकोटमें कोंग्रेस के कगथराने लिया सीएम रुपाणी का आशीर्वाद, सौराष्ट्रमें दिग्गज नेताओंने दिया वोट

Rajkotlive News

मनमोहन सिंह बोले- पूरे राष्ट्र को एकजुट होकर चीन को जवाब देना चाहिए

Rajkotlive News