છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં 315 કેસ પોઝિટિવ, 12ના મોત, રાજકોટમાં 647 દર્દી સારવાર હેઠળ
રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 10681 પર પહોંચી છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 647 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં શનિવારે 89 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં 315 કેસ નોંધાયા છે. જ્યારે 12 લોકોના મોત થયા છે. જામનગરમાં આંશિક ઘટાડા સાથે 36 કેસ અને 3ના મોત થયા છે. જૂનાગઢમાં 28, ભાવનગરમાં 27, મોરબીમાં 19, દ્વારકારમાં 6 અને અમરેલીમાં 18 કેસ પોઝિટિવ નોંધાયા છે. મહત્વનું છે કે રાજકોટમાં કોરોનાના કેસ ફરીથી વધતા મનપા દ્વારા ટેસ્ટિંગની વધારવામાં આવ્યું છે.
રાજકોટ સહિત જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 16 હજારને નજીક પહોંચી
રાજકોટમાં કોરોના કેસની સંખ્યા ફરી વખત 150ની ઉપર જવાની શરૂ થઈ છે. શનિવારે રાજકોટ શહેરમાં 98 અને ગ્રામ્ય વિસ્તારોમાં 53 સહિત નવા 151 કેસ આવ્યા છે. આ સાથે રાજકોટ સહિત જિલ્લામાં કુલ કેસની સંખ્યા 15929 થઈ છે અને આજે 16000 પણ થઈ જશે.