કાલાવડના નાની ભગેડી ગામે ભરવાડ ટપુભાઈ ટારીયાના ૭૯ ઘેટાઓનું થયુ મરણ
હર્ષલ ખંધેડિયા ( જામનગર )
જામનગર જીલ્લા કાલાવડ તાલુકાના નાની ભગેડી ગામે ટપુભાઈ જોધાભાઈ ટારીયા સહ પરીવાર સાથે રહીને પશુપાલનનો વ્યવસાય કરીને ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે આજે વહેલી સવારે કોઈ જંગલી જાનવરે અચાનક તેમના ઘેટા બકરાના વાડામાં ઘુસીને ઘેટા ઉપર હુમલો કરીને મારણ કરેલ ત્યારે આજુબાજુના વાડામાં સૂતા ભરવાડ સમાજના ભાઈઓ જાગી જતા અને બતીની લાઈટ કરતા જંગલી જનાવર ભાગી ગયુ હતુ પરંતુ સખત અંધારૂ હોવાથી ચોક્કસ કયુ જનાવર હતુ તેનો ખ્યાલ ન આવ્યો. ઘટનાની જાણ થતાં કાલાવડ ફોરેસ્ટ વિભાગના અધીકારી ચૌહાણ સાહેબ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરેલ. આ સમગ્ર ઘટનાની ચૌહાણ સાહેબે સાથે ની વાતચીતમાં જણાવ્યું કે કોઈ જંગલી પ્રાણીએ હૂમલો કર્યો છે પરંતુ વાડામાં અને આજુબાજુમાં તપાસ કરતા કયુ પ્રાણી છે તે ચોક્કસ કહી શકાય તેમ નથી કારણ કે કોઈની ભાળ કે સ્થળ પર પગલા મળેલ નથી. હાલ ડોક્ટરની ટીમ દ્વારા પોસ્ટ મોર્ટમની પ્રક્રિયા ચાલુ છે અને પંચ રોજકામની કામગીરી હાથ ધરેલ છે. પરંતુ હાલ તો ટપુભાઈ ટારીયા અને પરીવાર પશુપાલનની પ્રવૃત્તિ કરી રહ્યા છે અને આજે ૭૯ (ઓગણ એંસી) જેવા તેમના ઘેટા કે જેની અંદાજે કિંમત આશરે રૂપિયા ૬,૩૨,૦૦૦ જેવી થાય છે તે મરણ થતાંજ પરીવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને પરીવાર ચિંતામાં મુકાઈ ગયો છે. ૭૯ ઘેટાનું મરણ થતાંજ પરીવાર પર આર્થિક સંકટ ઉભુ થઈ ગયુ છે હવે સરકારશ્રી દ્વારા ક્યારે, કેટલા સમયમાં અને કુલ કેટલી સહાય મળશે તે જોવાનું રહ્યું અને તે આવતો સમય જ બતાવશે.