રાજકોટમાં કોરોના સંક્રમણમાં વધારો થયો છે. શહેરમાં કોરોના કેસની સંખ્યા 10628 પર પહોંચી છે. 683 દર્દી સારવાર હેઠળ છે. ગઈકાલે રાજકોટ જિલ્લામાં કુલ 139 પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાજકોટમાં 24 કલાકમાં 8 દર્દીના મોત નીપજ્યા છે. કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. કોવિડથી મોત થયા છે તે નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે.
આજે ક્ષૌરકર્મ ધંધાર્થીઓ માટે કોરોના ટેસ્ટિંગ કેમ્પ
રાજકોટ મહાનગરપાલિકાએ સુપર સ્પ્રેડર ગણાતા લોકોના કોરોના ટેસ્ટિંગ માટે કેમ્પ શરૂ કર્યા છે. શાકભાજીના ફેરીયાવાળા, ફુડ ડિલીવરી બોયના કેમ્પ કર્યા બાદ હવે ક્ષોરકર્મ ધંધાર્થીઓના કોરોના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. આજે મનપાની વેસ્ટ ઝોન કચેરી ખાતે સવારે 9થી સાંજના 5 વાગ્યા સુધી કોરોના ટેસ્ટિંગ કેમ્પ રાખવામાં આવ્યો છે. જેમાં ક્ષૌરકર્મ ધંધાર્થીઓને હેલ્થ કાર્ડ આપવામા આવશે.