Breaking News World

ચીનનો ટીવી ડેટિંગ શો અનેક દેશોમાં લોકપ્રિય

ચીનમાં ગણતરીના ટીવી કાર્યક્રમો જ યુગલોનો મિલન કરાવતા શો ‘ઈફ યુ આર ધ વન’ની સરખામણીએ લોકપ્રિય હશે. આ શો દસ વર્ષથી ચાલી રહ્યો છે. પ્રારંભિક દિવસોમાં દરેક એપિસોડ 5 કરોડ લોકો જોતા હતા. માત્ર સરકારી ટીવીનું સાંજનું ન્યૂઝ બૂલેટિન તેનાથી વધુ લોકપ્રિય હતું. આજે આ શો ચીનનો છઠ્ઠો સૌથી વધુ જોવામાં આવતો શો છે. તેના રેન્કિંગમાં થયેલા થોડા ઘટાડાની ભરપાઈ બીજા દેશોમાંથી થઈ ગઈ છે.

ઓસ્ટ્રેલિયા, મલેશિયામાં આ શો બતાવાય છે. શોમાં ધન, સંપત્તિ સાથે જોડાયેલા સવાલ પુછવા સામે વાંધો ઉઠાવાયો છે. દરેક એપિસોડમાં એક પુરુષ અને 24 મહિલાઓ હોય છે. શોનું મુખ્ય આકર્ષણ તેના સવાલ છે. જે મુખ્ય રીતે પુરુષની આર્થિક સ્થિતિ પર કેન્દ્રિત હોય છે. શોના પ્રારંભિક એપિસોડમાં એક મહિલા સ્પર્ધકને કહે છે કે, તે પોતાના બોયફ્રેન્ડની સાઈકલ પર પાછળ બેસીને ખુશ થવાને બદલે બીએમડબલ્યુ કારમાં રડવાનું પસંદ કરશે.

Related posts

भारत के ‘आधिकारिक’ परमाणु ताकत बनने की राह में रोड़ा बना ‘दोस्‍त’ रूस

Rajkotlive News

गुजरात का ऐतिहासिक किस्सा, पारसी दंपति ने की तलाक की अर्जी, कोर्ट ने दी मंजूरी

Rajkotlive News

વિદેશમાં કોરોના વકર્યો

Rajkotlive News